Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

અમૃતા રાવના ઘરે પારણું બંધાશેઃ બેમ્બી બમ્પ સાથેની તસવીર વાયરલ

પતિ અનમોલ સાથે મેડિકલ ચેકઅપ વખતે એકટ્રેસની સૌપ્રથમ તસવીર જાહેર થઈ

મુંબઈ, તા.૧૩: બોલીવૂડ એકટ્રેસ અમૃતા રાવના ઘરે ટૂંક સમયમાં પારણું બંધાશે. અમૃતા તેના આરજે પતિ અનમોલ સાથે ખાર સ્થિત એક કિલનિક બહાર જોવા મળી હતી. અમૃતાની બેબી બમ્પ સાથેની તસવીર હાલમાં વાયરલ થઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ તસવીર ગાયનેક ડોકટર પાસેના રૂટીન ચેકઅપ બાદ લેવાઈ હતી. 

અમૃતાની પ્રેગ્નન્સી વિશે વધુ લોકો જાણતા નથી. યુગલની નજીકના લોકો જ આ વાતથી વાકેફ છે. અમૃતા રાવ લોકડાઉન પૂર્વે પ્રેગ્નેન્ટ થઈ હતી અને તે હાલ આ સમયગાળાને ખૂબ એન્જોય કરી રહી છે. તે પોતાની પર્સનલ લાઈફને પણ બહુ જાહેર કરવા નથી ઈચ્છતી. 

અમૃતા અને અનમોલ સાત વર્ષ સુધી એકબજાને ડેટ કરી રહ્યા હતા અને ૨૦૧૬માં તેમણે લગ્ન કર્યા હતા. તેમના લગ્નમાં પરિવારના નજીકના સ્વજનો જ સામેલ થયા હતા.

અમૃતા રાવની બોલીવૂડ કારકિર્દીની વાત કરીએ તો તેણે ૨૦૦૨માં રીલિઝ થયેલી ફિલ્મ અબ કે બરસથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સામે આર્ય બબ્બર હતો. આ ઉપરાંત તે અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ઈશ્ક-વિશ્ક અને વિવાહમાં અમૃતા રાવ અને શાહિદ કપૂરની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ વખાણી હતી. અમૃતા છેલ્લે બાલા સાહેબ ઠાકરેની બાયોપિકમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં લીડ રોલમાં નવાઝુદ્દીન સિદ્દીકી હતો અને અમૃતાએ બાલા સાહેબના પત્ની મીના ઠાકરેની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અમૃતાની એકિટંગને લોકોએ વખાણી હતી.

(3:49 pm IST)