Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જૈકી - અનિલે શરૂ કરી તૈયારી

નિર્દેશક સુભાષ ધઇએ જૈકીશ્રોફ અને અનિલ કપૂરને લઇને રામ લખન જેવી સુપરડુપર હિટ ફિલ્મ આપી હતી. એકત્રીસ વર્ષ પછી તે ફરીથી આ બંનેને સાથે લફિલ્મ બનાવી રહયા છે. જૈકી અને અનિલ અસલી જિંદગીમાં પણ ખુબ સારા મિત્ર છે.  સુભાષ આ બંનેને લઇને જે ફિલ્મ બનાવી રહ્યા છે તેનું નામ 'રામચંદ-કિશનચંદ' છે.  જૈકી અને અનિલ બંને સાંઇઠ વર્ષની છે અને બંને આ ઉમરે પોલીસ અધિકારીનો રોલ નિભાવી રહ્યા છે. આ એક કોમેડી મર્ડર મિસ્ટ્રી છે. આ રોલ માટે બંને કલાકારો અત્યંત ઉત્સાહિત છે. અનિલે કહ્યું હતું કે મને કહાની ખુબ ગમી છે. હવે બસ શુટીંગ શરૂ થાય તેની રાહમાં છીએ. મુકતા આર્ટસની આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થાય તેવી શકયતા છે. જૈકી અને અનિલે પોતાના સોશિયલ મિડીયા પર આ પ્રોજેકટ અંગે થોડા સમય પહેલા સંકેત આપ્યો હતો. જૈકી અને અનિલે સોશિયલ મિડીયા પર આ અંગે ચેટ કર્યુ હતું. જૈકી અને અનિલ નવા પ્રોજેકટ માટે તૈયારીમાં લાગી ગયા છે.

(9:54 am IST)