Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પંજાબી અને હિન્દી રેપમાં ઘણું બદલાયું ગયું છે: યો યો હની સિંઘ

મુંબઈ: દોઢ દાયકાથી સંગીત ઉદ્યોગમાં સક્રિય રહેલા રેપ સુપરસ્ટાર યો યો હની સિંઘ કહે છે કે સમયગાળા દરમિયાન પંજાબી અને હિન્દી રેપમાં ઘણો બદલાવ આવ્યો છે. હનીસિંહે કહ્યું, "વિકાસ દરેક વસ્તુમાં થાય છે, પછી તે સંગીત, જીવનશૈલી અથવા લેખન અથવા અન્ય કંઈપણ હોય. સમય જતાં પરિવર્તન આવે છે અને તે સારું છે કે તમે તેને સ્વીકારો."પોતાનામાં થયેલા પરિવર્તન વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "જ્યારે મેં પહેલી વાર 2005 માં ગાયું ત્યારે તે એક ઇંગ્લિશ આર એન્ડ બી હતું, સંપૂર્ણ રેપ નહીં. 2007 અને 2008 માં મેં પંજાબી રેપ  શરૂ કરી હતી.

(5:24 pm IST)