-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
સાણંદ તાલુકા પંચાયતના ઉમેદવાર લીલાબેન ઠાકોરની જીત : પરિણામના આગલા દિવસે જિંદગી સામેનો જંગ હારી ગયા
પીપળ બેઠકના અપક્ષ લીલાબેન જીતનો આનંદ માણવા હયાત ના રહ્યા : સ્થાનિકોમાં શોકનો માહોલ
સાણંદ તાલુકા પંચાયતના ઉમેદવાર લીલા બહેન ઠાકોરની જીત થઈ હતી. જોકે, દુઃખદ બાબત એ છે કે અહીં પરિણામના આગલા દિવસે એટલે કે સોમવારે જ તેમનું મોત નીપજ્યું હતું. અપક્ષ ઉમેદવાર લીલાબહેન ઠાકોર ચૂંટણીના પરિણામમાં જીત તો મેળવી પરંતુ જિંદગીની જંગમાં હારી ગયા હતા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામોમાં સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં 24 બેઠકોમાંથી 14 BJPના ફાળામાં તો 9 પર કોંગ્રેસે જીત મેળવી છે.આ તમામ પરિણામમાં 1 માત્ર સાણંદ તાલુકા પંચાયતની પીપળ સીટ એવી છે, જેમાં અપક્ષના ઉમેદવાર લીલા બહેન ઠાકોરે જીતી છે. પરંતું ચુંટણી પરિણામનાં આગલા દિવસે એટલે કે સોમવારે તેમનું અવસાન થયું હતું.
મંગળવારનાં દિવસે જ્યારે સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર કરાયા, ત્યારે જાણવા મળ્યું કે લીલા બહેનને મતદારોએ મત આપીને વિજેતા બનાવ્યા છે. પરંતુ આ જીતનો આનંદ માણી શકવા માટે હયાત ન હતાં. તેમના અવસાનથી સ્થાનિકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.