-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
વડોદરા નજીક કેનાલ માં સ્કોર્પિયો ખાબકી : યુવકનું કરૂણમોત : ગ્રામજનોએ ટ્રેકટર વડે ખેચી ગાડી બહાર કાઢી
સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન
વડોદરાના તેનતળાવ નજીક સ્કોર્પિયો કાર નહરેમાં ખાબકી હતી. પૂરપાટે દોડી જતી સ્કોર્પિયો કેનાલમાં ખાબતા યુવકનું કરૂણ મોત થયું હતું. આ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, લાશ્કરો ઘટના સ્થળે પહોંચે પહેલાં યુવકનું મોત થયું હતું
કેનાલમાં આજે બપોરે એક સ્કોર્પિયો ખાબકી હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. દરમિયાનમાં બપોરે 12.30 વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને સ્કોર્પિયો ખાબકી હોવાની જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયરના જવાનો પહોંચે તે પહેલાં ગ્રામજનોએ ટ્રેકટર વડે ખેચી બહાર કાઢી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ આ કારમાંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યો છે અને સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન છે. જોકે, પોલીસ તપાસના અંતે જ વધુ માહિતી જાણવા મળે તેવી વકી છે
આ ઘટના બાદ લોકોના મોટી સંખ્યામાં ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, સ્થાનિકોએ જ સિલ્વર કલરની સ્કોર્પિયોને કનેલામાંથી બહાર કાઢી હતી ત્યારે તંત્ર દ્વારા આ કેનાલ વાળા રોડ પર હજુ કોઈ સાવચેતીના પગલારૂપે આડશ મૂકવામાં નહીં આવે તો હજુ પણ અકસ્માતો થવાની ભીતિ છે.