Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

કલોલમાં બત્રીસ ક્વાટરમાં જુગાર રમતા શખ્સોને બાતમીના આધારે પોલીસે ઝડપી 20 શકુનિઓની ધરપકડ કરી

કલોલ: શહેરના બત્રીસ કવાટરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે કલોલ શહેર પોલીસે દરોડો કરી જુગાર રમતા આઠ જુગારીને ૨૦ હજાર ઉપરાંતની રોકડ સાથે ઝડપી લીધા હતા.ત્યારે કલોલ હાઇવે પરથી પણ બાઇક પર દેશીદારૂનો જથ્થો લઇને જતા બાઇક ચાલકની પોલીસે ધરપકડ કરી ૨૦ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને કલોલ નાયબ પોલીસ અધિક્ષકનાઓએ પ્રોહી. જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને કલોલ શહેર પીઆઇ જતીન પ્રજાપતિની સૂચનાથી તેમના સ્ટાફના .એસ.આઇ. રાજેન્દ્ર પ્રસાદ, હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ, સુરેશભાઇ, કોન્સ્ટેબલ સંદીપસિંહ, અનિરૂદ્ધસિંહ અને બાબરભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વખતે કલોલના બત્રીસ કવાટર વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કર્યો હતો. જેમાં જુગાર રમતા લાલાભાઇ અમથાભાઇ વાઘેલા, નિકુલ રમેશભાઇ વાઘેલા, કનુ છનાભાઇ વાઘેલા તમામ રહે.બત્રીસ કવાટર, સમીરખા ઉર્ફે બાબુ અબ્દુલખાન પઠાણ રહે. હુસેની પાર્ક, મનોજ ઉર્ફે મનીષ રમેશભાઇ વાલ્મીકિ રહે.બત્રીસ કવાટર, નયન ઉર્ફે નેનો મનુભાઇ ભૂતડિયા રહે.વર્ધમાન નગર, પ્રવીણ અમથાભાઇ વાઘેલા રહે.બત્રીસ કવાટર, કનુ બબાભાઇ રબારી રહે.ગાયનો ટેકરોને રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રૂપિયા ૨૦,૬૩૦ની રોકડ રકમ કબ્જે લઇ જુગારી સામે કાર્યવાહી કરી હતી. ત્યારે કલોલના વર્કશોપ હાઇવે પરથી પણ દેશીદારૂનો જથ્થો લઇ બાઇકચાલક પસાર થવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી બાઇકચાલક શૈલેષજી જીવણજી ઠાકોરને નવ લીટર દેશીદારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પોલીસે દેશીદારૂ અને બાઇક મળી કુલ રૂપિયા ૨૦,૧૮૦ નો મુદ્દામાલ કબ્જે લઇ આરોપી સામે કાર્યવાહી કરી હતી.

(5:46 pm IST)