Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજપીપળાની BSNL કચેરીના વર્કીંગ સ્ટાફે VRS લેતા BSNL તમામ ગ્રાહકો અટવાઈ પડ્યા

રાજપીપળા BSNL ઓફીસ માથી વર્કીંગ સ્ટાફને સ્વૈચ્છિક નિવૃત્તિની સાથે ભારત સંચાર નિગમ લિમિટેડે વિદાય કરતા જીલ્લાના હજારો ગ્રાહકો અટવાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભારત સંચાર નિગમ લિમિટેડ એટલે BSNL,ખાનગી મોબાઈલ કંપની ઓ સામેની સ્પર્ધામા અડીખમ રહેલી સરકારી ટેલીકોમ કંપની BSNL હવે અંતિમ શ્વાસ લઈ રહી છે. રાજપીપળા ની ઓફીસ મા હવે માત્ર લાઈન ઉપર કામ કરતાં કર્મચારીઓ જ બચ્યાં છે, અને એમને પણ ત્રણ મહીના થી પગાર નથી ચુકવાયો, BSNL ને આર્થિક ભારણ માથી ઉગારવાના નામે ગત વર્ષે આખાં દેશ મા થી 79 હજાર કર્મચારીઓ ને સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) યોજના હેઠળ ઘરે મોકલી દેવાયા, એમા રાજપીપળા ની કચેરી ના તમામ 5 જેટલાં વહીવટી કર્મચારીઓ પણ હતાં.

સીમકાર્ડ ખોવાયુ હોય કે સિમ બદલવુ હોય,લેન્ડલાઈન ફોન ની ફરીયાદ હોય, કે બ્રોડબેન્ડ ની એ માટે ની જે વ્યવસ્થા હતી તેના કર્મચારીઓ જ હવે નથી બચ્યા તો એની કામગીરી માટે ગ્રાહકો કોની પાસે જાય?? કોણ સમસ્યા નુ નિરાકરણ કરે?? આ પરિસ્થિતિ અકળાવનારી છે,ખાનગી મોબાઈલ કંપની ઓને લાભાર્થે સરકારી ટેલીકોમ કંપની B.S.N.L ને ગળે ટુંપો આપવામા આવી રહ્યો છે એમ એક નિવૃત કર્મચારીએ બળાપો ઠાલવ્યો હતો, અને પોતે આ બાબતે ખુબ દુખ અનુભવે છે તેમ પણ જણાવ્યું હતું.

(3:14 pm IST)