Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

રાજ્યમાં કોવિડ-19 ટેસ્ટિંગની સંખ્યા એક કરોડને પાર પહોંચી

અત્યાર સુધી કુલ 2,49,905 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે.

અમદાવાદ : રાજયમાં ગુરુવારે 24 કલાકમાં 47,942 લોકોના કોરોના ટેસ્ટ કરાયા હતા ,આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી કરવામાં આવેલા કોરોના ટેસ્ટની સંખ્યા 1,00,03,606 પર પહોચી છે. ગુરુવારે સામે આવેલા 667 નવા દર્દીઓમાંથી સૌથી વધુ 133 અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. જેમાં 129 શહેરી અને 4 દર્દીઓ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયાછે

જ રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,49,905 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યાં છે. જ્યારે આ જીવલેણ વાઈરસ રાજ્યના કુલ 4332 લોકોને ભરખી ચૂક્યો છે

(10:41 am IST)