Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગાંધીનગર નજીક પેથાપુરમાં રેસિડેન્સીમાં બર્થડે ઉજવ્યા બાદ કેટલાક શખ્સોએ નશો કરી હોબાળો મચાવતા 14 શખ્સોની ધરપકડ

ગાંધીનગર:શહેર નજીક પેથાપુરની શ્રીલાભ રેસીડેન્સીમાં ગઈકાલે રાત્રે પાંચમા માળે રહેતા પપ્પુભાઈ યાદવની પુત્રીનો જન્મ દિવસ હોવાથી બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમના સગાસંબંધીઓ પણ આવ્યા હતા. સમયે રેસીડેન્સીમાં સી-૩૦૩માં રહેતા ભરતભાઈ નરસીભાઈ શ્રીમાળી રાત્રે ફલેટમાં આંટો મારવા નીકળ્યા હતા તે સમયે પપ્પુભાઈને ત્યાં આવેલા કેટલાક શખ્સો પાર્કીંગમાં પેશાબ કરી રહયા હતા. જેથી ભરતભાઈ તેમના પુત્ર અને અન્ય સ્થાનિકોએ તેમને અટકાવ્યા હતા. જેથી શખ્સોએ હોબાળો મચાવી બોલાચાલી કરી હતી. પપ્પુભાઈ અને તેમનો ભાઈ નીચે આવ્યા હતા અને ત્યારબાદ પાર્કીંગમાં દારૃ પીને ધમાલ કરતાં વસાહતીઓને મારવા લાગ્યા હતા. જેથી મામલે પેથાપુર પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળે પહોંચી હતી અને વસાહતમાં રહેતાં સંદીપરામ નેવલ પાસીપપ્પુરામ નેવલ પાસીબડેલાલ મયારામ રવિદાસરમેશ અમરસિંહ સરોજરાજકુમાર કલ્હાઈ પાસીરવિ રાજકુમાર કલ્હાઈ પાસીશિવનારાયણ રામલખન પાસીરામરીદય રામસુમેરે પાસીરાજન મિશ્રીલાલ ધોબીરાકેશ બુધરામ પાસીપ્રદીપ રીદયપ્રસાદ પાસીબનવારીલાલ રામેશ્વર તેમજ અડાલજના સુરેશકુમાર સોમઈ સરોજ અને સોલા અમદાવાદના દયાશંકર રામઉદીત રાવતને ઝડપી પાડયા હતા. જેમની સામે મારામારીહુલ્લડ અને પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો. પીધેલા શખ્સો દારૃ કયાંથી લાવ્યા હતા તે પુછતાં શ્રીલાભ રેસીડેન્સીમાં રહેતા ધર્મેશ લાલસિંહ મુંડવાલા અને નવા ડેલા પેથાપુરમાં રહેતાં વિજયસિંહ નટવરસિંહ વાઘેલા પાસેથી દારૃ લીધો હોવાનું કબુલતાં પોલીસે ફલેટની સામે કોથળામાંથી દારૃની બોટલ કબ્જે કરીને બન્ને શખ્સોને પણ ઝડપી લીધા હતા.

(6:08 pm IST)