Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

વડોદરાના દુમાડ ચોકડી નજીક ચા પીવા ઉભા રહેલ ડ્રાઈવરની નજર સેરવી અજાણ્યો તસ્કરો 4 લાખની કિંમતના સળિયા ભરેલ આઇશર ટેમ્પો ચોરી રફુચક્કર

વડોદરા: શહેરની દુમાડ ચોકડી નજીક ચા પીવા માટે ઉભા રહેલા ડ્રાઇવરની નજર ચૂકવી અજાણ્યો તસ્કર રૂપિયા 4 લાખની કિંમત ધરાવતા સળિયા ભરેલા આયશર ટેમ્પોની ચોરી કરી નાસી છૂટયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે

અમદાવાદ શહેરના રહેવાસી અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અજીમુલ્લા ખાન પઠાણએ વ્યવસાય હેતુ  આઇસર ટેમ્પો ખરીદી ડ્રાઇવર તરીકે રાકેશ કુમાર વણઝારા ને નોકરી પર રાખ્યો હતો.  ગઈકાલે રાકેશ આઇસર ટેમ્પોમાં અમદાવાદ ખાતેથી લોખંડના અલગ-અલગ સાઈઝના રૂપિયા 4 લાખની કિંમત ધરાવતા છ હજાર કિલો(6 ટન) સળિયા ભરી વડોદરાની મકરપુરા GIDCમાં ડિલિવરી અર્થે નીકળ્યો હતો.

તે વખતે દુમાડ ચોકડી નજીક  હોટલ પાસે રાકેશે ચા પીવા માટે આઈસર ટેમ્પો પાર્કિંગમાં પાર્ક કર્યો હતો અને ચાવી ગાડીમાં જ રહેવા દીધી હતી . રાકેશ  ચા પીને પરત ફરતા ટેમ્પો પાર્ક કરેલી જગ્યા પર મળી આવ્યો ન હતો . અને અજાણ્યો શખ્સ રૂપિયા ચાર લાખની કિંમત ભરેલા સળિયા સાથે રૂપિયા ૩ લાખ ની કિંમત ધરાવતા આઇસર ટેમ્પોની ચોરી કરી નાસી છૂટયો હોવાનું બહાર આવ્યું હતું.

(5:34 pm IST)