Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અમદાવાદમાંસ્ત્રી-સાધુ-વૃદ્ધના અલગ-અલગ વેશ ધારણ કરીને લોકો પાસેથી સોના-ચાંદીના દાગીનાની લૂંટ-છેતરપિંડી કરનાર ઇરાની ગેંગના 2 શખ્‍સો ઝડપાયા

અમદાવાદ: અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી લોકો પાસેથી સોના ચાંદીના દાગીનાની ચોરી અને ઠગાઈ કરતી ઈરાની ગેંગના 2 શખ્સોની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરી છે.  સ્ત્રી વેશ, સાધુ વેશ, વૃદ્ધનો વેશ એમ અલગ અલગ વેશ ધારણ કરીને લોકોને વાતોમાં ફસાવીને લોકો પાસેથી સોના ચાંદીના દાગીના પડાવતા હતા.

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં સોનીની દુકાનમાં મહિલા અથવા વૃદ્ધનું વેશ ધારણ કરીને જતા હતા અને દુકાનદારોને વાતોમાં ભોળવીને નજર ચૂકવીને ઘરેણાંની ચોરી કરતા હતા. મંદિરોમાં પૂજા કરવા આવેલા લોકોને સાધુવેશ ધારણ કરીને ઘરેણાં પડાવતા હતા. ક્રાઇમ બ્રાન્ચે જાફર સૈયદ અને વસીમઅબ્બાસ સીરાજ નામના 2 શખ્સો ની કરી ધરપકડ કરીને વટવા પોલીસને સોંપ્યા છે. આ સાથે રૂ. સાડા 6 લાખ સુધીનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.

બંને મૂળ મહારાષ્ટ્ર ના રહેવાસી છે અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લોકો સાથે ઠગાઈ કરતા હતા. અમદાવાદમાં સરખેજ ખાતે રહેતા હતા. જાફર સૈયદ સામે અગાઉ કોઈ ગુનો નથી પણ વસીમઅબ્બાસ સીરાજ ચોરીના ગુનાના અગાઉ મુંબઇમાં ધરપકડ થયેલ છે. પકડાયેલ આરોપીએ તાજેતરમાં ખોખરામાં વૃદ્ધ મહિલાને પોતાની જાળમાં ફસાવી સોનાના દાગીના ઉતરાવી લીધા હતા.

(4:36 pm IST)