Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

થરાદની પંચવટી સોસાયટીમાં વર્ષોથી ચાલતા કુટણખાણા પર પોલીસે દરોડા પાડી મહિલા-પુત્ર-પુત્રી સહીત અન્ય 3 શખ્સોની ધરપકડ કરી

થરાદ: શહેરની પંચવટી સોસાયટીમાં વર્ષોથી કુટણખાનુ ચાલતું હોવાને લઈ બાતમીના આધારે નવા આવેલા એએસપી તથા પોલીસ સ્ટાફ સાથે રાખી રેડ પાડી કૂટણખાનું ચલાવતી મહિલા-પુત્ર-પુત્રી સહિત ૩ ઈસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

થરાદ ખાતે આવેલ પંચવટી સોસાયટીમાં વર્ષોથી ગોરખધંધા ચાલતા હતા અને આજુબાજુવાળા આવા અસામાજિક તત્વોથી ડરતા હોઈ કોઈ અવાજ ઉઠાવતા ન હતા. થોડા દિવસોથી થરાદ ખાતે આવેલ નવા પોલીસ અધિકારી પૂજા યાદવ લોકોને નીડરથી કોઈપણ બાતમી આપશે તો જરૃર પગલાં લેવાશે તેવી શહેરીજનોને ખાતરી આપતા શનિવારે સાંજે એક બનાવટી ગ્રાહક બનાવી પંચવટી સોસાયટીમાં જઈ રૃ.૨૦૦૦ની માંગણી કરતા બનાવટી ગ્રાહક રૃપિયા આપી અંદર ગયો. પાછળ થરાદ પોલીસ વોચ ગોઠવીને ઉભી હતી. જેનો બનાવટી ગ્રાહકે ઈશારો કરીને અંદર ગયો કે તરત જ પોલીસ આ મહિલાના મકાનમાં જઈ મહિલા તથા એક છોકરો અને એક છોકરીની પૂછપરછ કરી અને અંદર બેઠેલ છોકરીની પૂછપરછ કરી કૂટણખાનું ચલાવતી મહિલા લક્ષ્મી ઉર્ફે લચકી હીરાલાલ સોની, યોગેશ હીરાલાલ સોની તથા શ્વેતા હીરાલાલ સોનીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:04 pm IST)