Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

ડુંગરી પોલીસે નેશનલ હાઇવે પરથી એક બાઇક ચાલક પાસેથી 1.40 લાખ રૂપિયાનું ડ્રગ ઝડપ્યુ

વલસાડ જિલ્લામાં એક જ અઠવાડીયામાં બીજી વાર એમડી ડ્રગ્સ મળી આવતા પોલીસ પણ ચોંકી

રાજ્યના પ્રવેશદ્વાર સમાન વલસાડ જિલ્લામાં એક જ અઠવાડીયામાં બીજી વાર એમડી ડ્રગ્સ મળી આવ્યાની ઘટનાથી પોલીસ પણ ચોંકી ઉઠી છે.

વલસાડના ડુંગરી પોલીસે નેશનલ હાઇવે પર એક બાઇક ચાલક પાસેથી 1.40 લાખ રૂપિયાનું ડ્રગ ઝડપી પાડ્યું છે. પંજાબ બાદ હવે ગુજરાતના યુવાધનને પણ નશાના રવાડે ચડાવવાના મોટા ષડયંત્રનો ગુજરાત પોલીસ તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વાપી નજીકની હોટલમાંથી 4 યુવાનો પાસેથી 27 લાખ રૂપિયાનું 274 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું હતું. ફરી એકવાર ડુંગરી હાઇવે પરથી ડ્રગ્સ ઝડપાતા પોલીસ પણ ચોકી ઉઠી છે.

. વલસાડના હાઇવે નંબર 48 પર પોલીસ ચેકિંગ કરી રહી હતી દરમિયાન મહારાષ્ટ્ર પાસિંગનું એક બાઇક આવતા પોલીસે તેને અટકાવ્યું હતું. જો કે બાઇક ઉભુ રહેતાની સાથે જ પાછળ રહેલો શખ્સ નાસી છુટ્યો હતો. જેથી તત્કાલ પોલીસે બાઇક ચાલકને ઝડપી પુછપરછ કરતા તેની પાસેથી 14.17 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

ઝડપાયેલા બાઇક ચાલકનું નામ અરબાઝ શેખ હોવાનું તથા તે મુંબઇનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે ઘણા સમયથી વડોદરાના અખોટા વિસ્તારમાં રહે છે. તેનો ફરાર સાથી અમાન નામનો શખ્સ હોવાનું સામે આવ્યું છે.

 
(11:12 pm IST)