Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગુજરાતમાં એક વર્ષમાં ૬૫ કસ્ટોડિયલ ડેથ થયા

માત્ર એક વર્ષમાં ઘટનાઓ વધી

અમદાવાદ,તા.૧૬ : ગુજરાતમાં પહેલી એપ્રિલ ૨૦૧૯થી ૩૧મી માર્ચ ૨૦૨૦ના એક વર્ષના અરસામાં કસ્ટોડિયલ ડેથની કુલ ૬૫ ઘટનાઓ બની છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પાસેથી આ સત્તાવાર માહિતી મંગળવારે સામે આવી છે.ગુજરાતમાં જે કુલ ૬૫ ઘટના બની છે તેમાં પોલીસ કસ્ટડીમાં ૧૨નાં મોત થયા છે તો જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ ૫૩ના મોત થયાં છે. દેશમાં કુલ પોલીસ કસ્ટડીમાં ૧૧૩ અને જ્યુડિશિયલ કસ્ટડીમાં ૧,૫૮૪ મૃત્યુ થયા છે.આમ દેશમાં કસ્ટોડિયલ ડેથની કુલ ૧,૬૯૭ ઘટના બની છે. દેશમાં ૧૧૨ના એક્નાઉન્ટર થયા છે, ગુજરાતમાં એક પણ ઘટના બની નથી.

(9:04 pm IST)
  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના નેતા નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારજનોને કોરોના : કેએસપીસીના પ્રમુખ મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટીટ્યુટના વાઈસ ચેરમેન અને દેશના જાણીતા શ્રમિક નેતા હસુભાઈ દવે અને તેમના લઘુબંધુ આરએસએસના પ્રાતસહઃ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે સહિતના પરિવારને કોરોના પોઝીટીવ : ચિંતાની લાગણી access_time 11:19 am IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST