Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

સાબરકાંઠાનું વડાલી શહેર પાંચ દિવસ માટે સ્વંયભુ બંધ રહેશે. સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓ જ મળશે

સ્થાનિક વેપારીઓ અને પાલિકા સત્તાધીશો સાથે બેઠક બાદ નિર્ણય

સાબરકાંઠાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યમાં દૈનિક કેસો છેલ્લા કેટલાય દિવસોથી 1300ને પાર થઈ ગયા છે, ત્યારે ગુજરાતના વધુ એક શહેરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સાબરકાંઠાનું વડાલી શહેર પાંચ દિવસ માટે સ્વંયભુ બંધ રહેશે.
સ્થાનિક વેપારીઓ અને પાલિકા સત્તાધીશો સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 18 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર સુધી વડાલી શહેર બંધ રહેશે. સ્થાનિક વેપારીઓ સ્વયંભૂ વેપાર રોજગાર બંધ રાખશે. શહેર માં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ ચાલુ રહેશે

(9:34 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ઘટાડો : પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 38 પૈસાનો ઘટાડો : નવો ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે. access_time 11:34 pm IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST