Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અંગત મદદનીશ શૈલેષ માંડલીયાનો કાલે જન્મદિવસ

રાજકોટ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અંગત મદદનીશ શ્રી શૈલેષ માંડલીયાનો આવતીકાલે ૧૮મીએ જન્મદિવસ છે.

મુળ રાજકોટના વતની, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક, રાજકોટ મહાનગરના ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી, રાજકોટ ભાજપના પૂર્વ મીડિયા કન્વીનર તરીકે કામગીરી બાદ ૧૯૯૯માં સંકલ્પપત્ર અમલીકરણ સમિતિ (રાજયકક્ષા)ના અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણી નીમાયા ત્યારે તેઓ સાથે ૧૯૯૯થી ૨૦૦૩ સુધી કાર્યરત રહ્યા, ત્યારબાદ હાલના ભારતીય જનતા પક્ષના કેન્દ્રીય અધ્યક્ષ અને રાજયના ભૂ.પૂ. ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે ૨૦૦૩ થી ૨૦૦૯, ત્યારબાદ કાયદામંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા સાથે પંચાયત મંત્રી શ્રી જયંતિભાઈ કવાડીયા સાથે અને ત્યારબાદ શ્રી નરેન્દ્રભાઈ મોદી (મુખ્યમંત્રી - ગુજરાત)ના કાર્યાલયમાં કાર્યભાર સંભાળેલ.

શ્રી વિજયભાઇ રૂપાણી જયારે ગુજરાત મ્યુ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ અને સરકારમાં મંત્રી તરીકે જોડાયા ત્યારે તેમના અંગત મદદનીશ તરીકે રહ્યા. ત્યારબાદ શ્રી વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા ત્યારે મુખ્યમંત્રી શ્રીના અંગત મદદનીશ તરીકે તેમની નિમણુંક થયેલ. શ્રી માંડલીયાને જન્મદિનની પૂર્વ સંધ્યાએ જ તેઓને અભિનંદનવર્ષા થઈ રહી છે. મો.૯૮૨૪૦ ૭૨૦૨૨, ૯૯૭૮૪ ૦૭૧૮૮.

(1:45 pm IST)