Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કલોલ તાલુકાના ખાત્રજ નજીક સુપર્વાઇઝરાના રૂમમાંથી બે બાઈક સવાર ગઠિયા બે લાખ લઇ છૂમંતર......

કલોલ:તાલુકાના ખાત્રજ ખાતે આવેલી વસાહતમાં રહેતા અને અરવિંદ મીલમાં કોન્ટ્રાકટ સુપરવાઈઝર તરીકે કામ કરતાં કોન્ટ્રાકટરના રૃમમાંથી બાઈક ઉપર આવેલા બે ગઠીયા મજુરોને ચુકવવાના પગારના બે લાખ રૃપિયા અને અન્ય કર્મચારીઓના બે મોબાઈલ લઈને ફરાર થઈ ગયા હતા. જેના પગલે અન્ય કર્મચારીઓએ પીછો કર્યો હતો પરંતુ આ ગઠીયા હાથ આવ્યા નહોતા. જે સંદર્ભે સાંતેજ પોલીસમાં ગુનો નોંધાતાં ગઠીયાઓની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ ચોરીની સાથે નાની મોટી સ્નેચીંગની ઘટનાઓ પણ બની રહી છે ત્યારે કલોલ તાલુકાના ખાત્રજમાં બે લાખની ચોરીની ઘટના બનવા પામી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે ખાત્રજ અરવિંદ મીલ પાછળ રહેતાં આબાભાઈ મોતીભાઈ ડાભી અરવિંદ મીલમાં કોન્ટ્રાકટ સુપરવાઈઝર તરીકે કામ કરે છે ગઈકાલે બપોરના સુમારે તેઓ બીજા માળે કામગીરીનું નિરિક્ષણ કરવા ગયા હતા આ સમયે કારીગર અરવિંદભાઈ ચૌહાણે બુમ પાડી હતી કે એક વ્યક્તિ તમારા રૃમમાંથી મોબાઈલ ફોન ચોરીને ભાગ્યો છે. જેથી તેઓ નીચે પહોચ્યા હતા અને અન્ય કર્મચારીઓની સાથે આ શખ્સનો પીછો કર્યો હતો. જો કે તે બાઈક પાછળ બેસીને નાસી છુટયો હતો. રૃમમાં આવીને તપાસ કરતાં સામાન વેરવિખેર હતો અને મજુરોના પગારના બે લાખ રૃપિયા પણ ચોરાયા હતા. અરવિંદભાઈ અને કનુભાઈ એમ બે કર્મચારીઓનો મોબાઈલ ફોન પણ ગઠીયા લઈ ગયા હતા. જેથી આ સંદર્ભે સાંતેજ પોલીસમાં ફરીયાદ આપતાં પોલીસે ર.૧૪ લાખની મત્તાની ચોરીનો ગુનો નોંધીને ગઠીયાઓની શોધખોળ શરૃ કરી છે.

(6:08 pm IST)