Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગાંધીનગરમાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો : 7.47 લાખના ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ

MD ડ્રગ્સની 151 ટેબ્લેટ જપ્ત કરીને ઋષિલ દવેની ધરપકડ : મોબાઈલ, કાર સહિત 10,55,000નો મુદ્દામાલ કબ્જે :અમદાવાદમાં મોટેરાના પિયુષ સાલ્વીએ મુદ્દામાલ મોકલ્યો હતો

ગાંધીનગર : રાજ્યના પાટનગરના સેક્ટર 2માંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે MD ડ્રગ્સ સાથે ગાંધીનગર SOG પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. ગાંધીનગર SOG પોલીસે રૂપિયા 7.47 લાખની MD ડ્રગ્સની 151 ટેબ્લેટ જપ્ત કરીને ઋષિલ દવે નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે કે જેમાં અમદાવાદમાં મોટેરાના પિયુષ સાલ્વીએ આ મુદ્દામાલ મોકલ્યો હતો. આ ઘટના સંદર્ભે ગાંધીનગર સેક્ટર 7 પોલીસમાં NDPS હેઠળ ગુનો દાખલ થયો છે.

સેક્ટર 2માંથી રંગેહાથે ઝડપાયેલ ઋષિલ દવે નામના આરોપી પાસેથી મળેલ કુલ મુદ્દામાલમાં 7,47,500ની કિંમતની ટેબ્લેટ, મોબાઈલ, કાર સહિત કુલ 10,55,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોટેરાના નીહાલ સાલ્વીએ મુદ્દામાલ મોકલ્યો હોવાનું સામે આવતા તેની સામે પણ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં NDPS હેઠળ ગુનો નોંધાયો છે.

(6:32 pm IST)