Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નર્મદા જિલ્લાના HIV પીડિતો માટે અત્યંત જરૂરી એવું...ART સેન્ટર ફળવાયું હોવા છતાં જગ્યા ના અભાવે શરૂ ન થતા દર્દીઓ નિરાશ

જિલ્લામાં 350 થી વધુ HIV પીડિતો હોય એ પૈકી મોટા ભાગના અંતરિયાળ ગામડાના હોવાથી આ સેન્ટર વહેલિતકે ખુલે તે જરૂરી: મજૂરીકામ કરતા ગરીબ દર્દીઓ ને કામધંધા છોડી વડોદરા સુધી લાંબા થવું પડે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં લગભગ 350થી વધુ HIV પીડિતોની સંખ્યા છે એ પૈકી મોટાભાગના દર્દીઓ આદિવાસી ગરીબ અને અંતરિયાળ ગામડાઓમાં રહેતા હોય તેમજ ખેત મજૂરી કે અન્ય મજૂરી કામ કરી  પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેમને કામ ધંધો છોડી વડોદરા કે સુરત સુધી અમુક ટેસ્ટિંગ માટે જવું પડતું હોય જ્યારે કેટલાકની દર મહિનાની દવા પણ વડોદરાથી ચાલતી હોય તેવા દર્દીઓ પૈકી અમુક દર્દી દવા કે ટેસ્ટિંગ માટે મોટા શહેરોમાં ન જતા હોય તો તેમની તબિયત વધુ બગડે અને ક્યારેક એ જીવન મરણ વચ્ચે જીવવાની સ્થિતિમાં પણ પહોંચી જતા હોય છે.જોકે રાજપીપળા સિવિલમાં લિંક ART સેન્ટર વર્ષોથી કાર્યરત છે ત્યાં ઉપલબ્ધ દરેક કામગીરી સારી રીતે થાય પણ છે પરંતુ ત્યાં ફક્ત દવા કે HIV ટેસ્ટ સિવાય અમુક બાબત ઉપલબ્ધ ન હોવાથી જિલ્લાના HIV પીડિતો ને વડોદરા સુધી લાંબા થવું પડતું હોય માટે આવા પછાત જિલ્લાના દર્દીઓ માટે ART સેન્ટર વહેલિતકે ખુલ્લું મુકાય તેવી માંગ ઉઠી છે.
 

(10:09 pm IST)