Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

સરકારી જાહેરનામાનું રાજપીપળાની સરકારી હોસ્પિટલમાં જ ઉલ્લંઘન : સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા જોવા મળ્યા

સિવિલની કેસ બારી,દવા બારી,સોનોગ્રાફી, ઓપીડી સહિતની જગ્યાઓ ઉપર સોસીયલ ડિસ્ટનસ્ટના ધજાગરા ઉડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં હાલ જાહેરનામું લાગુ હોવા છતાં કેટલીક બેન્કો,ખાતર ડેપો સહિતની જગ્યાઓ પર સોસીયલ ડિસ્ટન્સ નું પાલન થતું નથી પરંતુ આ સરકારી જાહેરનામાનું સરકારી હોસ્પિટલમાં પણ પાલન ન થાય તો એ બાબતે કોણ પગલાં લેશે તે મોટો પ્રશ્ન છે.
 રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં માં સરેઆમ સોસીયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડતા નજરે પડે છે જેમાં ખાસ કરી ને દર સોમવારે વધુ દર્દીઓની ભીડ સમયે કેસ બારી,દવા બારી, ઓપીડી,સોનોગ્રાફી વાળી જગ્યાઓ ઉપર તો દર્દીઓ ની ભારે ભીડ જામતી હોય ત્યારે એક બીજાને અડીને ઉભેલા દર્દીઓ તો ડોક્ટરને બતાવવાની ઉતાવળ માં નિયમોની ઐસી તૈસી કરતા હોય પરંતુ ત્યાં હાજર જવાનો પણ આ માટે કોઈ જ કાળજી રાખતા ન હોય હાલ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામા કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે અત્યારસુધી માં કોરોના પોઝીટીવ દર્દીઓ ની સંખ્યા ૮૦૦ ને પાર પહોંચી છે છતા ત્યારે જો સરકારી હોસ્પિટલમાં કે સરકારી કચેરીઓ માં જ નિયમોનું પાલન ન થયા તો કોરોના ના કેસ વધશે તેમાં કોઈ બે મત નથી માટે લાગતા વળગતા વિભાગના અધિકારી ઓ આ  બાબતે કડક પગલાં લઈ જાહેરનામા નું પાલન કરાવે તે આવી સ્થિતિ એ ખાસ જરૂરી જણાય છે

(6:43 pm IST)