Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

વિસનગર- મહેસાણા હાઇવે પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત: બાઇક ચાલક યુવાનનું મોત

વાહન આગળ કોઈ પ્રાણી આવી જતા બાઇક ફંગોળાયું :પાછળ આવતી કારના ચાલકે પણ બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત

મહેસાણાઃ જિલ્લામાં બાસણા ગામના પાટિયા નજીક બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક ચાલકને  વાહન આગળ કોઈ પ્રાણી આવી જતા બાઇક ફંગોળાયું હતું. જે બાદ પાછળ આવતી કારના ચાલકે પણ બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઇજાઓ થતા સારવાર પહેલા જ મોત નિપજ્યું છે. તો બાઇક પર સવાર અન્ય યુવકને સામન્ય ઇજાઓ થયા બાદ આબાદ બચાવ થયો છે.

  આ ગમખ્વાર અકસ્માતમાં પોલીસે મૃતકનું પોસ્ટમોર્ટમ કરાવી ભોગ બનનાર પરિવારના નિવેદન લીધા ન હોવા છતાં ઉતાવળે ફરિયાદ દાખલ કરાતા વિસનગર તાલુકા પોલીસ અને તપાસ કર્મીની કામગીરી શંકાના દાયરામાં આવી હતી. જે બાદ જાગૃત નાગરિકોની રજૂઆત જિલ્લા પોલીસ વડા અને ડિવિઝન અધિકારીને કરાતા ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં બાઇક ચાલક નિલગાય સાથે અથડાયા બાદ એક અજાણ્યા કાર ચાલકે બેદકારી ભર્યું વાહન હંકારી બાઇકને અડફેટે લઈ પોતે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો, અંતે પોલીસે ઉપરી અધિકારીના આદેશથી તપાસ કરતા બાઇકને અડફેટે લેનારા ફરાર કાર ચાલક અને કાર મળી આવી છે. ઘટનામાં કાર ચાલકની ભૂમિકા શંકાસ્પદ જણાતા પોલીસે CCTV કેમેરા સહિત FSL તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રો દ્વારા મળતી માહિતી મુજબ મૃતક યુવાન નિલગાયની ટક્કરે માત્ર ઇજગ્રસ્ત થયો હતો. જો કે, કાર ચાલકે બેદરકારી દાખવી બાઇકને અડફેટે લેતા ચાલકને વધુ ગંભીર ઇજાઓ થઈ હતી, જેથી તેનું મોત થયું હતું.

(9:12 am IST)