Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ગણિત વિજ્ઞાનમાં આખા પ્રકરણ રદ નહી !!!

શિક્ષણ વિભાગની ધો. ૯/૧૦ ના વિષયોમાં કોર્ષ રદ કરવામાં આડેધડ પણુઃ બોર્ડમાં વધુ નાપાસ થશે !!!

ખંભાળિયા તા.ર૧ : હાલ ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચાલી રહી છે ત્યારે ૩૦% ઉપરાંતનો કોર્ષ શાળાઓ સમયસર ન શરૂ થતા કાઢી નાખવામાં આવ્યા છે.

પરંતુ ધો.૯/૧૦ માં જે ૩૦% કોર્મ કાઢવામાં આવ્યો તેમાં ગુજરાતી, સામાજિક, વિજ્ઞાન, હિન્દી, અંગ્રેજી જેવા તમામ વિષયોમાં સમગ્ર પ્રકરણોજ કાઢી નાખવામાં આવ્યા છે જયારે ગણિત અને વિજ્ઞાન કે જેમાં સૌથી વધુ છાત્રો બોર્ડ પરીક્ષામાં નાપાસ થાય છે તેમાં પુરેપુરા પ્રકરણો રદ કરવાના બદલે તે પ્રકરણમાંથી માત્ર અમુક મુદા ઉદાહરણ કે દાખલાજ રદ કર્યા છે. આને કારણ કે પ્રકરણો રદ હોવા છતાં પણ તે પ્રકરણો છાત્રોએ કરવા જ પડે તેવું થાય તો પછી આમાં કોર્ષ ઓછો કયાંથી થાય ?

વળી ગણિત-વિજ્ઞાન જ અઘરા તથા બોર્ડ પરીક્ષામાં સૌથી નાપાસ થતા વિષયો છે. તેમાંજ આમ કરીને કોરોના મહામારીમાં શાળાઓ ચાલુ નથી થઇ શકે ત્યારે અઘરૃં પેપર નીકળે ને છાત્રોને ના આવડતા નાપાસનું પ્રમાણ વધે તેવું આ આયોજન હોય આચાર્યો તથા શિક્ષકોમાં ભારે વિરોધની લાગણી ફેલાઇ છે. તમામ પ્રકરણો રદની માંગ ઉઠી છે. જે સંપુર્ણ રદ કરવા જોઇએ તોજ ૩૦% કોર્ષ ઓછાનો સાર્થંક થાય !!

(12:55 pm IST)