Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પાલિકા-પંચાયતોની ચૂંટણી મોકુફ રહેતા આખરી મતદાર યાદીની પ્રસિધ્ધી મોકુફ

રાજકોટ તા. ર૧: સને ર૦૧૧ ની વસતી ગણતરીના આધારે રાજયની ૩૧ જિલ્લા પંચાયતો, ર૩૧ તાલુકા પંચાયતો (બનાસકાંઠા જિલ્લા પંચાયત સિવાય) માટે તા. ૦૧-૦૧-ર૦ર૦ની લાયકાતની તારીખની સ્થિતિએ ફોટાવાળી મતદાર યાદી પુરવણી સહિત પ્રસિદ્ધ કરવા આયોગે તા. ર૧-૦૯-ર૦ર૦ના આદેશથી કાર્યક્રમ આપેલ છે. આ કાર્યક્રમ મુજબ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ તા. ૦૯-૧૦-ર૦ર૦ના રોજ કરવામાં આવી છે. ઉકત કાર્યક્રમ મુજબ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિની તા. ર૩-૧૦-ર૦ર૦ નિયત થયેલ છે.

રાજય ચૂંટણી આયોગે તા. ૧ર-૧૦-ર૦ર૦ના જાહેરનામાથી ૬ મહાનગરપાલિકાઓ, પપ નગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાાયતો અને ર૩૧ તાલુકા પંચાયતોની ચુંટણીઓ આગામી ત્રણ માસ સુધી મુલત્વી રાખવા નિર્ણય કરેલ છે. તેથી આયોગે તા. ૧૯-૧૦-ર૦ર૦ના રોજ આદેશ કરીને એવું જાહેર કરેલ છે કે તા. ર૧-૦૯-ર૦ર૦ થી આપવામાં આવેલ મતદાર યાદી કાર્યક્રમ મુજબ દાવા અરજીઓ રજૂ કરવાની છેલ્લી તારીખ, દાવા અરજીઓ અન્વયે આખરી નિર્ણય કરવા માટેની તારીખ અને મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિની તારીખ રાજય ચૂંટણી આયોગ દ્વારા હવે પછી નવેસરથી આપવામાં આવશે. તેમ ચુંટણી આયોગની યાદી જણાવે છે.

(3:20 pm IST)