Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

અમદાવાદ: પેટીએમ કેવાયસી કરવાના બહાને ઘોડાસરના રહેવાસી સાથે 2 લાખની છેતરપિંડી આચરનાર શખ્સને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો

અમદાવાદ: પેટીએમ કેવાયસી અપડેટ કરવાના બહાને ઘોડાસરના રહેવાસી સાથે રૃ.૨,૦૯,૩૨૮ની છેતરપિંડી કરનારી ઝારખંડની જામતાડાની ગેંગના વધુ એક આરોપીની સાયબર ક્રાઈમ પોલીસે અટક કરી છે. આરોપીએ ઠગાઈ પૈકીના રૃ.૩૫,૦૦૦ સલેવાસાની એક બેન્કમાં જમા કરાવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.  

ઘોડાસરમાં રહેતા અને વટવા જીઆઈડીસીમાં નોકરી કરતા મનોજભાઈ ડી.પટેલને રાજુલ નામની વ્યક્તિએ ફોન કરીને તમારૃ પેટીએમ બંધ થઈ જશે., જો તમારે પેટીએમ ચાલુ રાખવું હોય તો કેવાયસી અપડેટ કરવું પડશે કહીને તેમને એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા કહ્યું હતું. બાદમાં આરોપીએ મનોજભાઈ પાસેથી ઓટીપી નંબર મેળવીને તેમના ખાતામાંથી રૃ.૨,૦૯,૩૨૮ ઓનલાઈન ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી હતી. આ અંગે મનોજભાઈની ફરિયાદને આધારે સાયબર ક્રાઈમ પોલીસે જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા હતત્તેની તપાસ હાથ ધરી હતી. બાદમાં મુળ ઝારખંડના જામતાડાના રહેવાસી અને સેલવાસામાં રહેતા મહેન્દ્રદાસ બાલેશ્વરદાસની અટક કરી હતી. પોલીસે પંજાબ નેશનલ બેન્ક સેલવાસા બ્રાંન્ચના ખાતામાં રૃ.૩૫,૦૦૦ જમા થયા હોવાનું પણ શોધી કાઢ્યું હતું. તે સિવાય જમા થયેલા પૈસા તેણે એટીએમથી ઉપાડયા હોવાનું પણ બહાર આવ્યું હતું.તેની પાસેથી પોલીસે મોબાઈલ અને બેન્કની પાસબુક કબજે કરી હતી.  

(5:53 pm IST)