Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ઇડર શહેર પોલીસે મુડેટી પાટિયા નજીકથી પોલીસે ઇકો કારમાંથી 65 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી

ઈડર: શહેર  પોલીસની ટીમે મંગળવારે સવારે મુડેટી પાટીયા પાસેથી ઇકો કારમાં ભરીને લઈ જવાતો રૂપિયા ૬૫ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી. આ દારૂની ગેરકાયદેસર હેરાફેરી સાથે સંકળાયેલ બે શખ્સોને જેલ હવાલે કર્યા હતા. ઝડપાયેલા શખ્સોને પૂછ-તાછમાં ખુલાસો થયો આ દારૂ નાના ચિલોડા પાસે મોબાઇલ ફોનથી સંપર્ક કર્યા બાદ કોઈ મનીષા નામની મહિલાને પહોંચાડવાનો હતો. પોલીસે મહિલા સહિત ત્રણેય આરોપી સામે પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો છે.

ઈડર પોલીસ મથકના ડી. સ્ટાફના જમાદાર ભૂપેન્દ્રસિંહ તથા નિકુલસિંહ પોલીસના અન્ય માણસો સાથે બડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તેવામાં ચોક્કસ બાતમી મળી હતી કે, મુડેટી પાટીયા પાસેથી ઇકો કારમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. આ બાતમી બાદ પોલસની ટીમ બડોલીથી મુડેટી પાટીયા ખાતે દોડી ગઈ હતી, અને રોડ પર બેરિકેટ મુકી વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

(5:59 pm IST)