Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સમાજ સુરક્ષાસેતુ અંતર્ગત દિવ્યાંગની ખબર અંતર પૂછતી પોલીસ

વલસાડ નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડા તથા વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.જે.ભટ્ટ તેમજ પોલીસ સ્ટાફ સાથે વલસાડ લીલાપોર શ્રીવિલા સોસાયટી ખાતે રહેતા દિવ્યાંગ સાગર કેતનભાઇ રાણાને મળવા પહોંચ્યા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : સમાજ સુરક્ષા સેતુ યોજના અંતર્ગત પોલીસ અધિક્ષક ડો.રાજદિપસિંહ ઝાલાની સુચના મુજબ પોલીસ અને પ્રજામાં સેતુ બંધાય રહે તેવા કાર્યો કરવાના ભાગ રૂપે આજરોજ વલસાડ વિભાગ, વલસાડના નાયબ પોલીસ અધિક્ષક એમ.એન.ચાવડા તથા વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.જે.ભટ્ટ તેમજ પોલીસ સ્ટાફ સાથે વલસાડ લીલાપોર શ્રીવિલા સોસાયટી ખાતે રહેતા દિવ્યાંગ સાગર કેતનભાઇ રાણાને મળવા પહોંચ્યા હતા. 

  સાગર એક વર્ષની ઉમરે ટ્રાયસીકલ ઉપરથી પડી જતા તેની સેલેબસ પાલ્સી મગજની નસ થી કરોડરજ્જુ સુધીનો કોન્ટેક્ટ છુટો પડેલ જેમાં મોટુ મગજ કામ કરે છે તેમજ તેઓને બધુ યાદ રહે છે પરંતુ નાનુ મગજ કામ કરતુ નથી અને રોજની નિત્યક્રિયા જાતે કરી શકતા નથી. તેઓની સાથે સમય પસાર કરી તેઓને કોઇ તકલીફ અંગે પુછતા કોઇ તકલીફ નહી હોવાનું જણાવી સાગર કેતનભાઇ રાણા સાથે થોડો સમય કાઢતા તેમનો પરિવાર પોલીસથી પ્રભાવિત થઇ ગયેલ અને પોલીસ પ્રત્યે હર્ષની લાગણી અનુંભવી હતી

(7:13 pm IST)