Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રેલવે કર્મચારીઓનું બોનસ જાહેર થતાં વલસાડમાં ઉજવણી થઈ: કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા

પેન્શન સ્કીમ હટાવવા, ટ્રેક મેન માટે CRC લાગુ કરવા, બધા ખાલી પદોને તાત્કાલિક ભરવા, ખાનગીકરણ બંધ કરવા સહિતની માંગ દોહરાવી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : રેલવેમાં બોનસની જાહેરાત થાય એ માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇઝ યુનિયને ઓલ ઇન્ડિયા રેલવે મેન ફેડરેશના સથવારે સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. જેના પગલે સરકારે આજરોજ બોનસ જાહેર કરતા તેની ઉજવણીના ભાગરૂપે વલસાડ રેલવે એમ્પ્લોઇઝ યુનિયને વલસાડ રેલવે સ્ટેશન પર ફટાકડા ફોડી તેની ઉજવણી કરી હતી. આ સાથે રેલ કર્મચારીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.
આ સાથે યુનિયને ન્યુ પેન્શન સ્કીમ હટાવવા, ટ્રેક મેન માટે CRC લાગુ કરવા, બધા ખાલી પદો ને તાત્કાલિક ભરવા, મોંઘવારી ભત્તા ને  તાત્કાલિક આપવા તેમજ ભારતીય રેલ નું ખાનગીકરણ બંધ કરવાની માંગ પણ તેમણે કરી હતી.
આ ઉજવણી માં ડિવિઝનલ ચેરમેન પ્રકાશ સાવલકર વલસાડ બ્રાન્ચ ના સેક્રેટરી હુસેન બેલીમ,સંજય સિંહ ચેરમેન જયેશ પટેલ, રોબિન,સિવન,સ્મિતા પટેલ, કિશોર પટેલ, મુનાવર શેખ ઉપસ્થિત રહ્યા હતા

(8:09 pm IST)