Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

મુસ્લિમોના મોટા તહેવાર ઈદે-મિલાદને લઈ તડામાર તૈયારી : ઝુલુસ કાઢવા માટે મંજૂરી આપવા મુખ્યમંત્રીને રજૂઆત

સરકારની ગાઈડલાઈનના નિયમોનું ઝુલુસમાં પાલન થશે : કોંગ્રેસના ધારાસભ્યોએ લખ્યો સીએમને પત્ર

અમદાવાદઃ આગામી 30 ઓક્ટોબરના રોજ જશ્ને ઈદે મિલાદુન્નબીના તહેવારને લઈ તમામ મુસ્લિમ બિરાદરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તહેવારને લઈ  પોતાના વિસ્તારોમાં લાઈટો અને વિવિધ પ્રકારની રોશની કરી દીધી છે. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈદે મિલાદમાં ઝુલુસ કાઢવા માટે જમાલપુર વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સીએમ રુપાણીને રજૂઆત કરી છે.

   તેઓએ રજૂઆત કરતા એક પત્રમાં જણાવ્યું કે, હાલમાં રાજયમાં કોરોના વાઇરસ અંગે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. તેથી સરકારની ગાઈડલાઈનના નિયમોનું ઝુલુસમાં પાલન કરવામાં આવશે. સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખી આ ઝુલુસ કાઢવા મંજૂરી આપવામાં આવે. જો કે હાલ રાજયમાં કોરોનાના વાઈરસના કહેરને લઈ સરકારે અક ગાઈડલાઈને જાહેર કરી છે. જેમાં તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાણવવા, માસ્ક પહેરવા અને સાવચેત રહેવા માટેની અપીલ કરી રહી છે. જો કે, કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે રાજયમાં આવનારા તમામ તહેવારો પર રોક લગાડી દેવામાં આવી છે.

(9:21 am IST)