Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

અમદાવાદના સાઉથ બોપલના સફલ બાદ જમાલપુરમાં કોરોના કહેર:વ્હોરવાડામાં સાગમટે 19 કેસ નોંધાતા ફફડાટ

કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું

અમદાવાદમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે સતત વધારો જોવા મળી રહ્યો છે. સાઉથ બોપલમાં આવેલી સફલ-1માં 42 અને 2માં 38 એમ કુલ 80 કોરોના પોઝિટવ કેસ એકસાથે આવતા તંત્ર દોડથું થઇ ગયું છે. ત્યારે રાયખડ વ્હોરવાડામાં કોરોનાના 19 કેસ સામે આવતા રહિશોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો જોવા મળતા તંત્ર હરકતમાં આવી ગયું છે. જેથી લોકોને ઘરમાં રહેવા,સાવચેતી રાખવા અને ખાસ કરીને માસ્ક પહેરવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. વધી રહેલા કેસને જોતા અમદાવાદમાં 57 કલાકનો કફર્યું પણ લગાડવામાં આવ્યો હતો. જો કે, કફર્યુ હોવા છતા શહેરમાં કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

થોડાક મહિનાઓ જમાલપુરમાં કોરોના કહેર જોવા મળ્યો હતો જેમાં કાઝીના ઢાબામાં દિવસના અઢળક કેસ આવતા હતો. ત્યારે આજે વ્હોરવાડામાં સાગમટે 19 કેસ સામે આવતા આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે

(6:10 pm IST)