Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

દિવાળીએ ચોપડા પૂજન માટે સાંજે ૬ વાગ્યાથી શુભમુર્હૂતઃ લાભ પાંચમે શુભારંભ માટે સવારે ૬ થી ૭II શ્રેષ્ઠ સમય

પાંચમના દિવસે ધંધા-રોજગાર શરૂ કરવા ૧૦:૩૦ થી ૩ સુધી પણ સારા ચોઘડિયા

રાજકોટ,તા. ૨૬: વર્ષના સૌથી મોટા ગણાતા દીપોત્સવ પર્વનો ઝગમગાટ નજીક દેખાતા લોકો તેની ઉજવણી માટે આતુર બન્યા છે. દિવાળી વર્ષનો સૌથી છેલ્લો દિવસ છે. બીજા દિવસે નૂતન વર્ષનો પ્રારંભ થાય છે. દિવાળીના દિવસે વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે શારદાપૂજન તરીકે ઓળખાતા ચોપડા પૂજનનું (લક્ષ્મીપૂજન) મહત્વ છે. નાણાકીય વર્ષ માર્ચમાં પૂર્ણ થાય છે. છતા દિવાળીના પરંપરાગત પૂજનનું આગવું મહત્વ છે.

શાસ્ત્રીશ્રી લલિતકુમાર એલ.ભટ્ટના જણાવ્યા મુજબ આ વર્ષે દિવાળીના દિવસે તા. ૧૪ નવેમ્બરે સાંજે ૬:૦૧ વાગ્યાથી પ્રદોષકાળની શરૂઆત થાય છે. તે સમયમાં પૂજન માટે ચોઘડિયા જોવાની જરૂર નથી. સાંજે ૬:૧૨ મીનીટથી ૭:૪૨સુધી ચોપડા પૂજનનો વિશેષ શ્રેષ્ઠ સમય છે. ત્યાર પછી પણ ચોપડા પૂજન કરી શકાય છે. બીજા દિવસે ધોકો નથી પણ શાસ્ત્રોકત દ્રષ્ટિએ દિવાળીનો ભાગ તા. ૧૫ રવિવારે સવારે ૧૦:૩૦ સુધી છે. ૧૦:૩૧ વાગ્યાથી નૂતન વર્ષના પ્રારંભ થશે. તેજ દિવસે અન્નકૂટ અને નવા વર્ષના રામરામ થશે. તા. ૧૯ નવેમ્બરે ગુરૂવારે લાભ પાંચમ છે. વ્યવસાયિક કામની શરૂઆત કરવા માટે તે દિવસે સવારે ૬ થી ૭II વચ્ચે શુભ ચોઘડિયું છે. સવારે ૧૦:૩૦ થી બપોરે ૩ વાગ્યા સુધી અનુક્રમે ચલ, લાભ,અમૃત ચોઘડિયા છે. શુભારંભ માટે આ બધો સમય શ્રેષ્ઠ છે. લગ્નોત્સવની મોસમ તા. ૨૭ નવેમ્બરથી શરૂ થશે.

(11:42 am IST)