Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વડોદરા જવા નીકળેલી ST બસના ડ્રાઇવર પોઈચા પુલ પરથી અચાનક કૂદ્યો :લોકોના ટોળા એકત્ર : કેટલાકે વિડિઓ ઉતાર્યો

પેસેન્જરોએ જપીપળા પોલીસ મથકમાં અને ST ડેપોમાં જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા

રાજપીપળાથી વડોદરા જવા નીકળેલો ST બસનો ડ્રાઇવરે પોઈચા પુલ પર અચાનક બસ ઉભી રાખી પુલ પરથી નીચે નર્મદા નદીમાં કૂદી પડતા ત્યાં લોકટોળા ઉમટી પડ્યા હતા. રાજપીપળા પોલીસ સહિત રાજપીપળા ST ડેપો મેનેજર પોતાના અન્ય સ્ટાફ સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા, અચાનક આ ડ્રાઇવર કેમ પુલ પરથી નીચે કૂદી પડ્યો એ પ્રશ્ન હાલ પોલીસ અને ST ડેપો સ્ટાફમાં ચર્ચાઈ રહ્યો છે. જો કે એ ડ્રાઇવરનો હજુ સુધી કોઈ જ પતો લાગ્યો નથી, આ ઘટના સંદર્ભે રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજપીપળાથી 26મી ઓક્ટોબરે સાંજે 5:00 કલાકે લગભગ GJ 18 Z 5630 નંબરની બસ લઈ 748 બેઝ નંબર ધરાવતો ડ્રાઇવર આશીષ કુમાર રણછોડ મુંડવાડા (રહે.સંતરામપુર) પેસેન્જર લઈ વડોદરા કીર્તિ સ્તંભ જવા રવાના થયો હતો, અચાનક 5:50 કલાકની આસપાસ એણે બસ નજીકના પોઈચા પુલ પર ઉભી રાખી હતી અને નીચે ઉતરી કોઈ કશું સમજે એ પેહલા જ નર્મદા નદીમાં છલાંગ લગાવતા અન્ય પેસેન્જરોમાં ગભરાહટ ફેલાઈ હતી.

અચાનક બનેલી આ ઘટના બાદ ત્યાં લોક ટોળા ઉમટી પડ્યા હતા અન્ય પેસેન્જરે આ મામલે રાજપીપળા પોલીસ મથકમાં અને ST ડેપોમાં જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે ઘટના ઘટયાના 2 કલાક બાદ પણ ડ્રાયવરનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ડ્રાઇવર આશીસ કુમાર રણછોડ મુંડવાડાએ જ્યારે નર્મદા નદીમાં છલાંગ લગાવી ત્યારે અમુક સમયનો કોઈકે વિડીયો પણ ઉતારી લીધો હતો, એ વીડિયોમાં ડ્રાઇવર આશીષ તરવાની કોશિસ કરતો નજરે પણ ચઢે છે. રાજપીપળા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. રાજપીપળા ST ડેપોમાંથી મળતી માહિતી મુજબ ડ્રાઇવર આશીષ કુમાર રણછોડ મુંડવાડા સવારે 7:20 કલાકે નાસિકથી ST બસ લઈ રાજપીપળા રિટર્ન થયો હતો.

(9:53 pm IST)