Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ડુમખલ ગામથી રૂ.૪૬,૭૦૦ ના ઇગ્લીશ દારૂના જથ્થા અને બોલેરો ગાડી સાથે એકને ઝડપી પાડતી ડેડીયાપાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા પીએસ આઇ એ.આર.ડામોર પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળેલા હતા તે વખતે બાતમી મળેલ કે અરવિંદભાઇ શાંતીલાલ વસાવા( રહે - માથાસર પટેલ ફળીયા તા. દેડીયાપાડા ) તેની બોલેરો ગાડી નંબર GJ - 18 - AV - 1816 માં ઇગ્લીશ નો જથ્થો ભરી મહારાષ્ટ્ર માંથી બેબાર તા.દેડીયાપાડા તરફ જવાનો છે.જે બાતમી ના આધારે ડુમખલ ગામે જંગલ ખાતાના નાકા પાસે નાકા બંધી કરતા અરવિંદભાઇ શાતીલાલ વસાવા બોલેરો ગાડી માં ઇંગ્લિશ દારૂનો રૂ.૪૬,૭૦૦નો જથ્થો તેમજ બોલેરો ગાડી કિ.રૂ .૩,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. ૩,૪૬,૭૦૦  ના પ્રોહી. મુદામાલ સાથે પકડી પાડી તથા માનસીંગભાઇ જેના પુરા નામ ઠામની ખબર નથી તે (રહે,ગમાણે તા. અક્કલકુવા જી નંદુરબાર ) નાસી જતા તેમજ શૈલેષભાઇ વસાવા રહે - બેબાર તા.દેડીયાપાડા એ રામેશ્વરભાઇ માકતાભાઇ વસાવા (રહે - બેબાર તા. દેડીયાપાડા જી. નર્મદા )નાઓ સાથે અરવિંદ નો કોન્ટેક્ટ કરાવેલ હોય જેથી બાકીના ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ પો.સ.ઇ એ.આર.ડામોરે હાથ ધરી છે.

(11:16 pm IST)