Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

અહેમદ પટેલનું અવસાન થતાં ગુજરાત હાઈકોર્ટે તેમની સામેની ઇલેક્શન પિટિશનનો નિકાલ કર્યો

અરજદાર બળવંતસિંહ રાજપૂતના એડવોકેટ તરફે ગુજરાત હાઇકોર્ટમાં પુરસીસ દાખલ કરી નિકાલની માંગ કરી હતી

અમદાવાદ : કોંગ્રેસના પૂર્વ સાંસદ અહેમદ પટેલનું અવસાન થતાં તેમના સામે હરીફ બળવંતસિંહ રાજપૂત દ્વારા દાખલ કરાયેલી ઇલેક્શન પિટિશનનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા નિકાલ કરવામાં આવ્યો છે.

અરજદાર બળવંતસિંહ રાજપૂતના એડવોકેટ તરફે ગુજરાત હાઇકોર્ટમાં પુરસીસ દાખલ કરી અહેમદ પટેલના નિધનથી કેસ એબેટ થઈ ગયું છે અને પિટિશન પણ આર્થહીન થઈ ગઈ હોવાથી તેના નિકાલની માંગ કરી હતી. અહેમદ પટેલના વકીલે પણ મુદ્દે કોઈ વાંધો વ્યક્ત ન કરતા ગુજરાત હાઈકોર્ટે આ કેસનો નિકાલ કર્યો હતો

નોંધનીય છે કે વર્ષ 2019 દરમિયાન આ કેસમાં અહેમદ પટેલની ચાર દિવસ સુધી ક્રોસ એક્ઝામીનેશન ચાલી હતી. વર્ષ 2017ની રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલનો વિજય થતા તેમના હરીફ ભાજપના બળવંતસિંહ રાજપૂત દ્વારા તેમની જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી.

ગુજરાત હાઇકોર્ટમાં બળવંતસિંહ રાજપૂત તરફે દાખલ કરાયેલી ઇલેક્શન પિટિશનમાં રજુઆત કરવામાં આવી હતી કે પોલ પેનલ દ્વારા બે ધારાસભ્યોના મત ગણ્યા ન હતા અને જો એ ગણવામાં આવ્યા હોત તો તેઓ અહેમદ પટેલ સામે ચૂંટણી જીતી ગયા હોત.

ગત 25મી નવેમ્બરના રોજ અહેમદ પટેલનું કોરોના બીમારીને કારણે અવસાન થયું હતું. ભરૂચ જિલ્લામાં આવેલા તેમના વતનમાં જ તેમને દફનાવવામાં આવ્યા હતા.

(8:17 pm IST)