Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

સેમસંગ દ્વારા ગેલેકસી એ-૫૫ ફાઇવજી અને ગેલેક્‍સી એ-૩૫ લોન્‍ચ

અમદાવાદઃ ભારતની સૌથી વિશાળ કન્‍ઝ્‍યુમર ઈલેક્‍ટ્રોનિક્‍સ બ્રાન્‍ડ સેમસંગ દ્વારા અદભુત નવીનતા સાથે ગેલેક્‍સી A55 5G અને ગેલેક્‍સી A35 5G લોન્‍ચ કર્યાની આજે ઘોષણા કરી હતી. નવાં એ  સિરીઝ ડિવાઈસીસ ગોરિલા ગ્‍લાસ વિક્‍ટસ+ પ્રોટેકશન, AI દ્વારા બહેતર બનાવવામાં આવેલાં કેમેરા ફીચર્સ અને ચેડાંરહિત સલામતી સમાધાન, સેમસંગ નોક્‍સ વોલ્‍ટ સહિત ઘણા બધા ફલેગશિપ જેવા ફીચર્સ વગેરે સહિત ઘણા બધા અન્‍ય નવા ફીચર્સ ધરાવે છે. ગેલેક્‍સી A સિરીઝ છેલ્લાં બે વર્ષથી ભારતમાં સૌથી વધુ વેચાતી સ્‍માર્ટફોન સિરીઝ રહી છે, જે ભારતના MZ ગ્રાહકોમાં તેની ભરપૂર લોકપ્રિયતા દર્શાવે છે. ગેલેક્‍સી A55 5G અને A35 5Gનું લોન્‍ચ બધા માટે પહોંચક્ષમ ફલેગશિપ- જેવાં ઈનોવેશન્‍સ બનાવવા અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે. ગેલેક્‍સી A55 5G અને A35 5G દેશમાં  5G સેગમેન્‍ટમાં અને ઝડપથી વૃદ્ધિ પામતા મિડ- પ્રીમિયમ (INR 30,000-INR 50,000)માં અમારી આગેવાની વધુ મજબૂત બનાવવામાં અમને મદદરૂપ થશે,' એમ આદિત્‍ય બબ્‍બર, વાઇસ પ્રેસિડેન્‍ટ, એમએક્‍સ બિઝનેસ, સેમસંગ ઇન્‍ડિયા જણાવ્‍યું હતું.

(6:33 pm IST)