Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

ફલાઇંગ સ્‍કવોર્ડ જપ્‍ત કરી ૪૩ કરોડની વસુલ્‍યાઃ ૧.૧૬ કરોડની રોકડ

ચૂંટણી પંચની ટીમ એકશનમાં

ગાંધીનગર : લોકસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે ખર્ચ નકકી કરવા અને પ્રતિબંધિત વસ્‍તુઓની ફેરાફેરી રોકવા માટે રચાયેલ ચૂંટણી ખર્ચ દેરરેખ અને નિયંત્રણ ટીમે રાજયમાં અત્‍યાર સુધીમાં ૪ર.૬ર કરોડ રૂપિયાની વસ્‍તુઓ જપ્ત કરી છે. મુખ્‍ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્‍યું કે રાજયભરમાં ગઠિત ૭પ૬ ફલાઇંગ સ્‍કવોડોએ અત્‍યાર સુધીમાં ૧.૧૬ કરોડ રોકડા, ૧૧.૪૪ કરોડ રૂપિયાની ૧૮.૪૮ કિલો સોનુ અને ચાંદી ૭.૩૭ લાખતનો દારૂ, ૧૪ લાખના પર.ર૬ કીલોગ્રામ ચરસ, ગાંજો, મોટર સાયકલ સીગારેટ, લાઇટર અને અખાદ્ય પદાર્થો સહિત રર.પ૦ લાખ રૂપિયાની અન્‍ય વસ્‍તુઓ જપ્ત કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં ર૬ બેઠકો પર લોકસભા ચૂંટણી અને પાંચ બેઠકો પર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે.

(4:15 pm IST)