Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

પારદર્શિતા જાળવવા : રાજકીય પાર્ટી સાથે જોડાયેલા શિક્ષક જતીન વસાવએ ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ માંગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : લોકસભાની ચૂંટણી નર્મદા જિલ્લામાં આગમી તા.7મી મે ૨૦૨૪ ના રોજ યોજાવાની છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમી આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કેટલાક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા શિક્ષકોને પણ લોકસભાની ચૂંટણીની કામગીરીમાં સોપતા આગામી સમયમાં વિવાદ ઊભો થઈ શકે તેમ જણાઇ રહ્યું છે

   નર્મદા જિલ્લા કોંગ્રેસના આગેવાન અને પૂર્વ નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ અને શિક્ષક જતીનભાઈ વસાવાને લોકસભાની ચૂંટણીમાં કામગીરી સોંપવામાં આવી છે ત્યારે તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પારદર્શિ અને નિષ્પક્ષ કરવાની હોય છે. ત્યારે મારા જેવા કેટલાક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા આગેવાનો ને ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે તો કેવી રીતે ચૂંટણી નિષ્પક્ષ થશે, તેઓ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે આગળ પણ મેં જાણ કરેલી છે કે હું રાજકીય પાર્ટી સાથે જોડાયેલો છું છતાં પણ મને કામગીરી સોંપવામાં આવી હતી. માટે મને આ કામગીરી માંથી મુક્ત કરવામાં આવે તેમ જતીનભાઈ વસાવા એ કલેકટર અને ચૂંટણી અધિકારી ને લેખિત રજૂઆત કરી છે.

(10:17 am IST)