Gujarati News

Gujarati News

News of Thursday, 28th March 2024

રાજપીપળામાં હરસિધ્ધિ માતાજીના પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી : 51 જોડાઓ નવચંડી યજ્ઞમાં આહુતિ આપી

200 કિલો રંગ બે રંગી ફૂલોથી મંદિર શણગારવામાં આવ્યું : ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા ખાતે હરસિધ્ધિ માતાજી મંદિરનો 423 માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી  હતી. મોટી સઁખ્યામા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું જયારે બીજે દિવસે મંદિર ને 200 કિલો રંગ બે રંગી ફૂલો થી શણગારવામાં આવ્યું હતું.

રાજપીપળા ના મહારાજા વેરીશાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા તે મૂળ સ્વરૂપનો ટેબલો દર્શન ખાસ કરીને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.વહેલી સવાર થી પૂજાવિધિ કરી જેમાં 51 જોડાઓ પૂજામાં બેઠા હતા.જેમાં ટ્રસ્ટી-હરસિધ્ધિ મંદિરના ભાસ્કર સોની, ધારાસભ્ય નાંદોદ, ડો દર્શના દેશમુખ પણ પૂજામાં બેઠા હતા.અને સાંસદ મનસુખ વસાવા,ગીતકાર પ્રવીણ લૂણી, સંજય પટેલ, વિશ્વ હિન્દૂ પરિષદના પ્રમુખ અજીતસિંહ રાઠોડ સહીત બજરંગદાળના આગેવાનો ભક્તો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. માતાજીના 423 માં પ્રાગટ્ય મહોત્સવનો આવી ધામધૂમ થી ઉજવણી અત્યાર સુધી ક્યારે થઇ નથી આખું રાજપીપળા શહેર આ ઉત્સવ માં જોડાયું હતું.

(12:57 am IST)