Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વિદેશના લોકોના સમયને ધ્યાનમાં રાખીને શા.માધવપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP દ્રોણેશ્વર ગુરુકુલમાં યોજાયેલ ઓન લાઇન મહાપૂજા અમેરિકા, ઇંગલેન્ડ ઓસ્ટ્રેલિયા દેશોના ૫૦૦ કુટુંબો પૂજનમાં જોડાયા

અમદાવાદ તા.૨૮ બુદ્ધિની સીમા પુરી થાય ત્યાંથી ભગવાનમાં શ્રદ્ધા જાગે છે, એ ન્યાયે આવા કસોટીના સમયે સૌ કોઇ પોતપાતાના ઇષ્ટદેવની આરાધના કરે, પોતાને ગમતા જે કોઇ ગ્રન્થો હોય તેનો પોતપોતાની રીતે પાઠ કરે.   હાલ વિશ્વસ્તરે કોરાના મહામારીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે મહામારીનો પ્રકોપ શાંત થાય અને કોરોના મહામારીમાં સપડાઇ ગયેલા લોકો  જલ્દી સાજા થાય અને પ્રાણી માત્રનું ભલું થાય તેવા  શુભ હેતુથી, એકાદશીના પુનિત પર્વે ગોપાળાનદં સ્વામીના શિષ્ય શ્રી અખંડાનંદ સ્વામી રચિત શાર્દુલવિક્રિડિત શ્લોકોના ગાન સાથે માઘવપ્રિયદાસજી સ્વામીએ મહાપૂજા  કરાવી હતી.

   જેમા અમેરિકા, ઇંગલેન્ડ, દુબઇ વગેરે વિદેશના ૫૦૦ ઉપરાંત કુટુંબોએ ઓન લાઇન મહાપૂજા કરી હતી. મહાપુૂજાની તમામ વિધિ માધવપ્રિયદાસજી સ્વામીએ કરાવી હતી.

કોરાના મહામારીનો પ્રકોપ ઓછો થાય તે માટે માધવનપ્રિયદાસજી સ્વામી સહિત છારોડી, રીબડા ગુરુકુલ અને મેમનગર ગુરુકુલના સંતો દરરોજ વ્યકિતગત પ્ર્રાર્થના કરી રહ્યા છે.

(11:49 am IST)