Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા માટે

જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધનો નિર્ણય ઘણો મહત્ત્વનો સાબિત થયો

ચાવવાની તમાકુની વસ્તુઓ જેમકે, ગુટખા, ખૈની, ઝરદા, પાન અને પાન મસાલાથી બનતી લાળને થૂંકવાથી કોવિડ ૧૯ ફેલાવવાનો ભય વધારે હોય છે

અમદાવાદ : શહેરમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર દ્વારા શરૂઆતમાં જ એક નિર્ણય લીધો હતો કે પાન અને અન્ય તમાકુની વસ્તુઓ વેચતી દુકાનોને બંધ કરવામાં આવે. ધુમાડાવગરની તમાકુ વસ્તુઓના સેવન અને તેને જાહેરમાં થૂંકવાથી કોવિડ ૧૯ વધવાનો ખતરો વધી શકે છે જેના કારણે આ નિર્ણય મહત્ત્વનો ગણવામાં આવ્યો હતો.

કોવિડ ૧૯ મહામારી દરમિયાન પહેલા કરતા સ્મોકલેસ તમાકુની વસ્તુઓ જાહેર જનતાનાં સ્વાસ્થ્ય માટે ઘણી અસરકારક હતી. ચાવાવની તમાકુની વસ્તુઓ જેમકે, ગુટખા, ખૈની, ઝરદા, પાન અને પાન મસાલાથી બનતી લાળને થૂંકવાથી કોવિડ ૧૯ ફેલાવવાનો ભય વધારે માનવામાં આવતો હતો.

આ ઉપરાંત આવી વસ્તુઓનાં સેવન માટે હાથ અને મોંનો ઉપયોગ કરવો પડે છે જેનાથી પણ આ વાયરસ વધારે ફેલાવવાનો ભય હતો.આ વસ્તુઓ વેચતી દુકાનો બંધ કરવા પાછળ બે હેતુઓ હતા એક તો કોવિડ ૧૯ના સંક્રમણને ઓછો કરવો અને જાહેર જનતાનાં સ્વાસ્થ્યને સુધારવાનો. અન્ય દેશોની જેમ ભારત પણ શહેરોમાં કોવિડ૧૯નાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં હતા. મે માં પાંચ શહેરો - મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ અને થાનેમાં આખા દેશનાં ૫૦ ટકા કેસો નોંધાયા હતા.

૧૫ માર્ચ ૨૦૨૦એ જયારે કોરોના વાયરસનો ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો હતો ત્યારે ગુજરાત ચીફ સેક્રેટરી અનિલ મુકીમે, જાહેરમાં થૂંકવાનો પ્રતિબંધ ફરમાવવમાં આવ્યો હતો. ત્યારે જાહેરમાં થૂંકવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૫૦૦ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. જેના કારણે આ દંડ લગાવ્યાં પહેલા દિવસે ૧૨૪૪ માણસો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. જે બાદ ૨૩ માર્ચ પછી આ દંડને વધારીને ૧૦૦૦ રૂપિયા કરવામાં આવ્યો હતો. અને જે લોકો આ દંડ ન ભરતા તેમની સામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવતી હતી.

WHOના  ભારતનાં પ્રિતિનિધી, ડો. રોડેરિકો એચ. ઓફરીનનાં જણાવ્યાં પ્રમાણે, ભારતમાં ૨૦૦ મિલિયન સ્મોકલેસ તમાકૂનું સેવન કરતા લોકો છે. આ મહામારીને કારણે ફરીથી ટોબેકો કન્ટ્રોલ પોલીસીને વધારે કડક બનાવવાની એક તક છે.

(12:53 pm IST)