Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વડોદરામાં માસ્ક ચેકીંગ દરમ્યાન પોલીસે સ્કૂટીની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ ઝડપી યુવકની ધરપકડ કરી

વડોદરા:શહેરના ફતેગંજ પોલીસ મથકના પોલીસ જવાનો કોરોના મહામારીના પગલે પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ધરમસિંહ દેસાઈ રોડ ઉપર પંડિત દિન દયાલ શાળાની સામે સ્ફુટી સવાર વ્યક્તિ મોઢા પર માસ્ક પહેર્યા વગર પસાર થઈ રહ્યો હતો. જેથી પોલીસે તેની પૂછપરછ સમયે સ્કુટીની ડેકી ચેક કરતા તેમાંથી એક ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. 

પોલીસની પ્રાથમિક પૂછતાછમાં સ્કૂટી ચાલક મહેશસિંગ જયપાલસિંગ ભદોરીયા ( રહેવાસી- પ્રધાનમંત્રી આવાસ યોજના, મંગલ પાંડે રોડ, સમા, વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:16 pm IST)