Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

અજરબૈજાને આર્મેનિયા સામે તેના બીજા શહેર ગાંજા પર બોંબ ફેંક્યો હોવાનો આક્ષેપ

નવી દિલ્હી: અઝરબૈજાને આર્મેનિયા સામે તેના બીજા શહેર ગાંજા પર બોંબમારો કરવાનો આક્ષેપ કર્યો હતો. બન્ને દેશો વચ્ચેનો સંઘર્ષ સંપૂર્ણ યુદ્ધમાં ફેરવાઈ જવાના ડર વચ્ચે અઝરબૈજાનના આવા દાવાને આર્મેનિયાએ ફગાવી દીધો છે. વંશીય આર્મેનિયન વસતીવાળા નાર્ગોનો કારાબાખ પ્રદેશના એક નેતાએ જણાવ્યું હતું કે તેના દળોએ ગાંજામાં લશ્કરી મથકનો નાશ કર્યો છે.

                  અઝરબૈજાનની અંદર આવેલા મોર્ગોનો-કારાબાખ પ્રદેશમાં આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે અત્યાર સુધી સમીત રહી છે. અઝરબૈજાનના પ્રધાન ઝાકીર હાસાનોએ જણાવ્યુ હતું કે આર્મેનિયાના વિસ્તારમાંથી અઝરબૈજાનના વિસ્તાર પર હુમલો ઉશ્કેરણીજનક છે અને દુશ્મનાવટની હદ વટાવનારો છે. 335,000ની વસ્તીવાળું ગાંજા કારાબાખ પાટનગર સ્ટેપાનાકર્ટની ઉતરે 100 કી.મી. દુર અને આર્મેનિયાના નગર વાર્ડેનિસથી 80 કીમી દૂર આવેલું છે. અઝરબૈજાનને વાર્ડેનિસથી પોતાના વિસ્તારમાં ગોળીબાર કરવાનો આર્મેનિયા સામે આક્ષેપ કર્યો હતો, પણ યેરેવાને તેનો ઈન્કાર કર્યો હતો.

(5:56 pm IST)