Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

અમેરિકામાં એક મહિલાને ચોરી કરવા બદલ અધધ... ૨૭ કરોડનો દંડ ફટકાર્યો!

ટેકસાસ, તા.૬ : તમે અત્યાર સુધી ઘણા દંડ વિશે સાંભળ્યું હશે. કોઇને ૫૦૦નો દંડ થયો હશો, કોઇનકેને હજારનો તો વળી કયારેક લાખોનના દંડ વિશે પણ સાંભળ્યું હશે. પણ શું તમને ખબર છે કે અમેરિકામાં એક મહિલાને ચોરી કરવા બદલ અધધ કહી શકાય તેટલો ૨૭ કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. માત્ર આટલું જ નહીં પણ સાથે ત્રણ વર્ષની સજા પણ કરાઇ છે. તમને થતું હશે કે ચોરી કરવા બદલ આટલો બધો દંડ? પરંતુ જયારે તમને હકીકત ખબર પડશે તો તમે પણ કહેશો કે જે થયું તે બરાબર થયું છે.

વાત છે અમેરિકાના ટેકસાસામાં રહેતી એક મહિલાની, જેની ઉંમર અંદાજે ૬૩ વર્ષ છે. કિમ રિચાર્ડસન નામની આ મબિલા અલગ અલગ સ્ટોરમાંથી વિવિધ સામાનની ચોરી કરતી હતી. ૨૦૦થી લઇને ૨૦૧૯ના વર્ષ સુધીમાં આ મહિલાએ અમેરિકાના અલગ અલગ શહેરોનો પ્રવાસ કર્યો, ત્યાં આવેલી દુકાનોમાં ગઇ અને વિવિધ સામાનની ચોરી કરી. આ મહિલા ચોરીમાં એટલી નિષ્ણાંત બની ગઇ હતી કે તેને સિકયોરિટી ડિવાઇસ બંધ કરતા પણ આવડી ગયું હતું.

મહિલા સામના ચોરીને તેને ઓનલાઇન વેચતી હતી. તે સામનને એકદમ નવાની જેમ પેક કરતી અને વેચી નાંખતી. આ અગેંનો ભેદ અમેરિકાની એજન્સી એફબાઇએ ઉકેલ્યો. અત્યાર સુધીમાં આ મહિલાએ ૩.૮ બિલિયન ડોલર (૨૭ કરોડ રુપિયા) નો સામાન આ રીતે વેચ્યો છે. જેથી તેને દંડ પણ ૨૭ કરોડ રુપિયાનો કરવામાં આવ્યો છે.

(10:10 am IST)