Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આ દેશે કુલ વસ્તી કરતા પણ વધારે કરાવ્યા કોરોના ટેસ્ટ

નવી દિલ્હી: વિશ્વભરમાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે ગલ્ફના એક દેશે અનોખો વિશ્વ વિક્રમ બનાવીને દુનિયાનુ ધ્યાન ખેંચ્યુ છે. યુએઈ દુનિયાનો એવો પહેલો દેશ બન્યો છે જેણે પોતાની વસતી કરતા વધારે કોરોના ટેસ્ટ કર્યા છે.યુએઈની વસતી 96 લાખ છે અને તેની સામે તેણે એક કરોડ કરતા વધારે ટેસ્ટ કરીને આ રેકોર્ડ બનાવ્યો છે.

               જોકે વસતીને બાજુ પર મુકીને સૌથી વધારે ટેસ્ટની વાત કરવામાં આવે તો ચીન 16 કરોડ ટેસ્ટ સાથે પહેલા ક્રમે છે.અમેરિકાએ 11 કરોડ ટેસ્ટ કર્યા છે અને ભારત 8 કરોડ ટેસ્ટ સાથે ત્રીજા ક્રમે છે.ચોથા ક્રમે રશિયાએ પાંચ કરોડ ટેસ્ટ કર્યા છે.યુએઈ સરકારનુ કહેવુ છે કે, છેલ્લા એક મહિનામાં જ દેશમાં 7 લાખ કરતા વધારે ટેસ્ટ કરાયા છે.જોકે આ સમયગાળા દરમિયાન કોરોનાના કેસમાં પણ 16 ટકાન વધારો થયો છે તો રિકવરીમાં 23 ટકાનો વધારો જોવા મળ્યો છે.યુએઈમાં અત્યાર સુધી કોરોનાના કારણે 435 લોકોએ જીવ ગુમાવ્યા છે.

(5:40 pm IST)