Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ફાઈઝરે કોરોના વેક્સિનની જાહેરાત કરતા વિશ્વમાં વેક્સિનની દોટ વધુ લાગી

નવી દિલ્હી: વિશ્વમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસમાં અમેરિકાના પ્રેસીડેન્ટ ઇલેક્ટ જો બાઈડેન કેવા પગલા લે છે તેના પર અમેરિકાભરની નજર છે. પરંતુ વિશ્વના અનેક દેશોએ તો વેકિસન આવી રહી છે તેવા સંકેત સાથે જ વ્યાપક રસીકરણની તૈયારી શરુ કરી દીધી છે. અમેરિકાની ફાર્મા કંપની ફાઈઝરે તેની વેકિસન ત્રીજા તબક્કામાં 90 ટકા સફળ રહી હોવાનો દાવો કર્યો છે અને વિશ્વને એક આશા આપી દીધી છે. જો કે ફાઈઝરના આ દાવાના કલાકોમાં અમેરિકી રેગ્યુલેટરે એક સાવચેતીભર્યા પ્રતિભાવમાં વેકિસન 90 ટકા સફળ થઇ છે તેથી તે તાત્કાલીક ઉપલબ્ધ બનશે તેવી આશા નહીં રાખવા પણ જણાવ્યું છે.ઓથોરિટીએ કહ્યું છે કે આ એક વચગાળાનું વિશ્લેષણ છે. સ્વતંત્ર એજન્સીએ 44 હજાર લોકોમાંથી 94માં વેકિસનના હકારાત્મક પરિણામો નિહાળ્યા છે.

(5:38 pm IST)