Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

ડાયાબિટીઝના દર્દીઓને આપવામાં આવતી દવામાંથી કેન્સર થવાનો વધુ ભય રહે છે:સંશોધન

નવી દિલ્હી: કેન્સરના જોખમને ધ્યાનમાં રાખીને ડાયાબિટીઝની એક પોપ્યુલર દવાને બજારમાંથી પાછી મગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દવાના કેમિકલનું નામ છે- Metformin Hydrochloride. જેને ટાઈપ-2 ડાયાબિટીઝના દર્દીઓને ગ્લૂકોઝ લેવલને ઓછું કરવા માટે ખાવાની સલાહ આપવામાં આવે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, ડર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે, ડાયાબિટીઝના દર્દીઓને આપવામાં આવતી આ ટેબલેટ્સમાં કેન્સર પેદા કરનારા પદાર્થ ખૂબ જ વધુ માત્રામાં છે. થોડાં દિવસ પહેલા જ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પણ આ દવાના સેવનના જોખમો વિશે ચેતવણી આપી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, ડાયાબિટીઝની દવા Metformin Hydrochlorideમાં N-Nitrosodimethylamine (NDMA) ખૂબ જ વધુ માત્રામાં ઉપલબ્ધ હોય છે. આ ઘટક એક પ્રકારનું કેમિકલ છે, જે શરીરમાં પહોંચીને કેન્સરના જોખમને વધારી દે છે. લોકોના સ્વાસ્થ્ય પર આ પ્રતિકૂળ પ્રભાવને જોતા ડાયાબિટીઝમાં ખાવામાં આવતી આ પોપ્યુલર દવાના સ્ટોકને બજારમાંથી નિર્માતાઓ દ્વારા પાછી મગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(6:23 pm IST)