Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

આ તે કેવો સંબંધ !

યુવકે સાવકી માતા સાથે કર્યા લગ્ન : બંનેએ આપ્યો બાળકને જન્મ

પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા બાદ સાવકા પુત્ર સાથે જ મહિલાએ લગ્ન કરી લીધા હતા

મોસ્કો તા. ૧૮ : રશિયામાં સંબંધોનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના વિશે જાણ્યા બાદ લોકોને ભારે આશ્યર્ય થયું છે. રશિયાની ૩૫ વર્ષીય મહિલાએ તેના જ સાવકા પુત્ર (સ્ટેપસન) સાથે લગ્ન કર્યા છે અને હવે તે તેના બાળકને જન્મ પણ આપ્યો છે. મારિના બાલમાશેવાએ તેના ૨૧ વર્ષીય સાવકા પુત્ર વ્લાદિમીર શેવીરિન સાથે લગ્ન કર્યા હતા અને તેમણે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો છે. મારિના એક વેઈટ લોસ ઈન્ફલુએન્સર છે અને સોશિયલ મીડિયામાં ઘણી લોકપ્રિય છે.

મારિના બ્લોગર છે અને ઈન્સ્ટાગ્રામ પર એક મિલિયન કરતા પણ વધારે ફોલોઓર્સ ધરાવે છે. વ્લાદિમિર શાવીરિન જયારે સાત વર્ષનો હતો ત્યારથી મારિના તેને જાણે છે કેમ કે ત્યારે મારિનાએ વ્લાદિમિરના પિતા ૪૫ વર્ષીય એલેકસી શાવીરિન સાથે લગ્ન કર્યા હતા. હાલમાં એલેકસી તેમના દ્વારા દત્તક લેવામાં આવેલા પાંચ બાળકોની સંભાળ રાખી રહ્યા છે. મારિના અને એલેકસી ૧૦ વર્ષ સાથે રહ્યા હતા અને બાદમાં તેઓ અલગ થઈ ગયા હતા. તે પાછળનું કારણ પણ વ્લાદિમિર જ હતો. એલેકસીએ મારિના પર આરોપ લગાવ્યો હતો કે વ્લાદિમિર જયારે વેકેશનમાં યુનિવર્સિટીમાંથી ઘરે આવતો હતો ત્યારે મારિના તેને પોતાની આકર્ષવાનો પ્રયાસ કરતી હતી.

મારિના અને વ્લાદિમિરને ત્યાં શનિવારે બાળકીનો જન્મ થયો છે. જોકે, બાળકીના જન્મ સમયે વ્લાદિમિર હાજર ન હતો. મારિનાએ પોતાની નવજાત બાળકીની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના ફોલોઅર્સને તેની જાણ કરી હતી. તેણે લખ્યું હતું કે, બાળકીના પિતા ઈચ્છતા નથી કે તેમની પુત્રીનો ચહેરો દેખાડવામાં આવે. તેથી જ હું તેના પાછળની બાજુની તસવીર પોસ્ટ કરી રહી છું. અમે તેના નામ વિશે વિચારી રહ્યા છીએ.

અગાઉ તેણે પોતાના ફોલોઅર્સને પોતાની પ્રેગ્નન્સી વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત તેણે જણાવ્યું હતું કે પોતાના નવા પતિને આકર્ષવા માટે તેણે કેવી રીતે સફળતાપૂર્વક પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી. તેણે કહ્યું હતું કે ઘણા બધા લોકોએ મને કહે છે કે મારો પતિ યુવાન છે તેના કારણે મારે મેકઅપ કરવો જોઈએ. પરંતુ એક વાત છે કે તેણે મને હું જેવી છું તેવી જ મને અપનાવી છે.

મારિનાના ભૂતપૂર્વ પતિએ આરોપ મૂકયો છે કે વ્લાદિમિરને અગાઉ કોઈ ગર્લફ્રેન્ડ ન હતી. પરંતુ મારિનાએ તેને પોતાના તરફ આકર્ષિત કર્યો હતો. હું ઘરે હોઉ ત્યારે પણ તેઓ સેકસ કરતા શરમાતા ન હતા. જો તે મારો પુત્ર ન હોત તો મેં તેની આ ભૂલને માફ કરી દીધી હોત. જયારે હું ઊંઘી જતો હતો ત્યારે મારિના અમારા બેડરૂમમાંથી મારા પુત્રના બેડરૂમમાં જતી હતી. બાદમાં તે પાછી આવતી હતી અને જાણે કંઈ બન્યું જ ન હોય તેમ અમારા બેડમાં ઊંઘી જતી હતી.

(10:30 am IST)
  • ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન: નરેન્દ્રભાઈએ શોક વ્યક્ત કર્યો મુંબઈઃ ભારતીય શાસ્ત્રીય સંગીતકાર ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહેબનું નિધન થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુલામ મુસ્તફા ખાન સાહેબના નિધન અંગે શોક વ્યકત કર્યો છે. access_time 8:30 pm IST

  • બજેટમાં વધુ કેટલીક બેંકોના મર્જરની જાહેરાત થવા સંભાવના નવી દિલ્હીઃ નાણામંત્રી સીતારામને ૨૦૨૧ના વર્ષનું બજેટ લગભગ તૈયાર કરી લીધુ છે જેમાં તેઓ બેંકોના મર્જરનો વધુ એક રાઉન્ડ લાવે તેવી શકયતા છે. તેઓ બજેટમાં નોન બેન્કીંગ ફાય. કંપનીઓ અને કો-ઓ. બેન્કો માટે પણ કેટલીક જાહેરાતો કરે તેવી શકયતા છેઃ બજેટમાં બેંકોમાં રિફોર્મના પગલા પણ હશે access_time 1:29 pm IST

  • આગામી ૨૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી સ્પાઈસ જેટની રાજકોટ - દિલ્હી ફલાઈટ કેન્સલ : ૨૫મીએ આવશે તથા ૨૬ જાન્યુઆરીએ પણ રદ્દ કરાઈ : દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી સંદર્ભે એર ગ્લોઝર જાહેર કરાયુ હોય સ્પાઈસ જેટની રાજકોટ - દિલ્હી વચ્ચેની દરરોજ આવતી ફલાઈટ આગામી તા.૨૦ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી રદ્દ કરાઈ છે : ટોચના એર ખાતાના સૂત્રોના ઉમેરાયા મુજબ આ ફલાઇટ ૨૫મીએ આવશે : પરંતુ ૨૬ જાન્યુઆરીએ પણ રદ્દ રહેશે : રાજકોટ એર ઈન્ડિયા દ્વારા પોતાની દિલ્હીની ફલાઈટ અંગે હજુ કોઈ જાહેરાત કરાઈ નથી access_time 4:20 pm IST