Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને પાકિસ્તાનની અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

નવી દિલ્હી: મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે દસ વર્ષની સજા સંભળાવી છે. કોર્ટે સઇદને ટેરર ફંડિગ સાથે સંકળાયેલા બે કેસમાં સજા સંભળાવી છે. સઇદની સાથે જફર ઇકબાલ, યાહયા મુજાહિદ અને અબ્દુલ રહમાન મક્કીને પણ સાડા દસ વર્ષની જેલની સજા સંભળાવી છે.

       હાફિઝ સઇદને જુલાઇ 2019માં ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે અત્યારે ચાર કેસમાં આરોપ ઘડાયા છે. CTD દ્વારા જમાત ઉદ દાવાના નેતાઓની સામે કુલ 41 કેસ દાખલ કરવામાં આવ્યાં છે, જેમાંથી 24માં ચુકાદા આવી ચુક્યાં છે, જ્યારે બાકીના કેસ એટીસી કોર્ટમાં પેન્ડીંગ છે. રિપોર્ટ અનુસાર સઇદ પર આતંકી પ્રવૃત્તિમાં ભંડોળ પુરૂ પાડવું, ગેરકાદેસર રીતે જમની હડપ કરવાના કેસ ચાલી રહ્યાં છે.

(6:05 pm IST)