Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નોકિયાએ કરી ઐતિહાસિક જાહેરાત:2022સુધીમાં ચંદ્રની ધરતી પર 4જી નેટવર્ક સર્વિસ શરૂ કરશે

નવી દિલ્હી: નોકિયાએ એક ઐતિહાસિક જાહેરાત કરી છે. પ્રમાણે ૨૦૨૨ સુધીમાં કંપની ચંદ્રની ધરતી પર ૪જી નેટવર્કની સર્વિસ શરૃ કરશે. નાસાએ નોકિયાને ૧૪ લાખ ડોલરનું ફંડ આપવાનું નક્કી કર્યું છે. ૨૦૨૪માં નાસા ચંદ્ર પર સમાનવ યાન ઉતારશે તે પહેલાં નેટવર્ક શરૃ થઈ જશે.

          નાસા તેના મૂન મિશનના ભાગરૃપે ચંદ્રની સપાટી ઉપર ઈન્ટરનેટની સર્વિસ પણ શરૃ કરવા માગે છે. અવકાશયાત્રીઓ જ્યારે ચંદ્રની ધરતી પર ફરી વખત પગ મૂકે ત્યારે તેના મોબાઈલમાં ૪જી નેટવર્ક આવતું હોય માટે નાસાએ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેનો કોન્ટ્રાક્ટ મેળવવામાં ફિનલેન્ડની કંપની નોકિયાને સફળતા મળી છે.

(6:20 pm IST)