Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2024

બલુચ બળવાખોરોએ પાકિસ્તાન સામે હથિયારો સાથે જંગ શરૂ કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચીન દ્વારા હાથ ધરાઈ રહેલા પ્રોજેકટસથી બલૂચિસ્તાનની જનતાનો મોટો વર્ગ નારાજ છે અને તેના કારણે બલૂચ બળવાખોરોએ પાકિસ્તાન સામે હથિયારો સાથે જંગ શરુ કર્યો છે. છેલ્લા બે વર્ષથી સમયાંતરે પાકિસ્તાની સેના પર બલૂચ બળવાખોરો હુમલા કરી રહ્યા છે. બે દિવસ પહેલા બલૂચિસ્તાનના ગ્વાદર પોર્ટ પર બલૂચોએ હુમલો કર્યો છે. આ બંદરનુ નિર્માણ ચીન દ્વારા થઈ રહી છે અને આ પ્રોજેકટ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો એક હિસ્સો છે. જેમાં ચીને 62 અબજ ડોલરનુ રોકાણ કર્યુ છે. ગ્વાદર પોર્ટ પર થયેલા હુમલાની જવાબદારી બલૂચ બળવાખોરોની માજિદ બ્રિગેડે લીધી છે. આમ ફરી એક વખત આ સંગઠન ચર્ચામાં આવ્યુ છે. આ એક આત્મઘાતી સંગઠન છે અને 2011થી તે સક્રિય છે. તેનુ નામ બે ભાઈઓ પર માજિદ બ્રિગેડ રાખવામાં આવ્યુ છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનના અખબારના જમઆવ્યા પ્રમાણે માજિદ બ્રિગેડે 2019માં ચીનના એન્જિનિયરો અને રોકાણકારોના કેન્દ્ર ગ્વાદરમાં આવેલી પર્લ કોન્ટિનેન્ટલ હોટલ પર હુમલો કરીને ઓપરેશન જિરપહાજગ શરુ કર્યુ હતુ. જેનો અર્થ થાય છે. . સમુદ્રની રક્ષા કરવી.....આ ઓપરેશનનો ઉદ્દેશ બલૂચિસ્તાનમાંથી ચીનને પીછેહઠ કરાવવાનો અને ચીનનો પ્રોજેકટ અટકાવવવાનો છે. માજિદ બ્રિગેડે 2021માં બીજો હુમલો કર્યો હતો અને ગ્વાદરમાં ચીનના એન્જિનિયરોને નિશાન બનાવ્યા હતા. જેમાં ચીનના નાગરિકોના મોત થતા ડ્રેગન રોષે ભરાયુ હતુ. માજિદ બ્રિગેડે ત્રીજો હુમલો ગ્વાદરથી આઠ કિલોમીટર દૂર કર્યો હતો અને તેમાં પણ ઘણા લોકો માર્યા ગયા હતા. હવે ચોથો હુમલો 20 માર્ચે ગ્વાદર પોર્ટ વિસ્તારમાં જ થયો છે અન તેમાં આઈએસઆઈ તેમજ બીજી જાસૂસી સંસ્થાઓના સ્થળોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. માજિદ બ્રિગેડે આ હુમલામાં એવી ઈમારતને પણ નિશાન બનાવી હતી જેનો ઉપયોગ ચીનની જાસૂસી સંસ્થા કરી રહી હોવાનુ મનાય છે. 

(5:56 pm IST)