Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

દેશમાં વધી રહેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર 31મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો

નવી દિલ્હી: દેશમાં કોરોનાના વધતા કેસોને જોતા ડાયરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ ભારતમાં કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટસની અવરજવર પર પ્રતિબંઘ ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. જો કે આ દરમ્યાન વંદે ભારત મિશનની અંતર્ગત ચાલતી ખાસ ફલાઇટસ ચાલુ રહેશે. આની પહેલાં ડીજીસીએએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર ૩૦મી નવેમ્બર સુધી પ્રતિબંધ વધારવાનો આદેશ આપ્યો હતો. શેડ્યુલ કોમર્શિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટસ પર ૭મી વખત પ્રતિબંધ લંબાવી દેવાયો છે.

            દેશમાં કોરોના મહામારીનું સંકટ હજી પણ ચાલુ છે. આ વર્ષે ૨૩ માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટની સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ ૨૫ મેથી ડોમેસ્ટિક ફ્લાઈટની સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી.

(6:27 pm IST)
  • પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે આઠમા દિવસે પણ ભાવમાં વધારો ઝીંકાયો: પેટ્રોલમાં 24 પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે 31 પૈસાનો વઘારો થયો :આઠ દિવસમાં પેટ્રોલમાં 1.07 અને ડીઝલમાં 1.86 ૱ નો ભાવ વધારો થયો છે:ભાવ વધારો સવારે છ વાગ્યા થી લાગુ થશે access_time 11:44 pm IST

  • સુરત મનપા કમિશનર બન્છાનિધિ પાનીનો મોટો નિર્ણય : સુરતમાં કોરોનાનો કહેર વધતા મનપાના સ્ટાફની શનિ-રવિની રજાઓ કરી રદ્દ access_time 11:50 pm IST

  • 30 નવેમ્બરના રોજ વારાણસી જશે નરેન્દ્રભાઈ : ગંગા નદીમાં બોટ રાઇડ કરશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ૩૦ નવેમ્બરે વારાણસીની મુલાકાતે આવી રહ્યા છે તેઓ ગંગા નદીમાં બુટ મુસાફરી કરશે અને કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત પણ લેશે. વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટાવશે તથા વારાણસી અને પ્રયાગરાજ વચ્ચે એક નવા હાઇવેનું ઉદઘાટન કરશે access_time 10:45 am IST